ટેકનોલોજીમાં રોજે નવું નબવું આવી રહ્યું છે એમાં પણ મોબાઈલ ફોનની જો વાત કરવામાં આવે તો મોબાઈલ ફોન પણ રોજે નવા નવા લોન્ચ થઈ રહ્યા છે. ત્યારે આજે મોટોરોલા કંપનીએ Moto G82 5G લોન્ચ કર્યો છે. આ કંપનીનો નવો મિડ-રેન્જ મોડલ ફોન હશે. આ ફોનમાં 120Hz pOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયલ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં Snapdragon 695 SoC પ્રોસેસર અને 8 GB સુધીની રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એકદમ લાઈટ અને પાતળો હશે. તેનું વજન 173 ગ્રામ હશે અને તે 7.99 મીમી પાતળું હશે. Moto G82 5G ની સ્પર્ધા રેડમી નોટ 11 પ્રો+, વનપ્લસ નોર્ડ CE 2 લાઈટ અને વિવો T1 સાથે થશે.
Moto G82 5Gની કિંમત 6GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 21,499 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 8GB + 128GB ઓપ્શન સાથે પણ આવે છે, તેની કિંમત 22,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. Moto G82 5G બે કલર ઓપ્શનમાં મળશે. જેમાં મિટિઓરાઈટ ગ્રો અને વ્હાઈટ લીલીનો સમાવેશ થાય છે. 14 જૂનથી ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. લોન્ચ ઓફર્સમાં SBI ક્રેડિટ કાર્ડ યૂઝર્સને Moto G82 5Gમાં 1,500નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
Moto G82 5Gની ફીચર્સ:
- Moto G82 5Gમાં ડ્યુઅલ નેનો સિમ, એન્ડ્રોઇડ OS 12 અને 6.6 ઇંચની ફુલ-HD+ (1,080×2,400 પિક્સલ) pOLED ડિસ્પ્લે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 120Hz રિફ્રેશ રેટ સાથે ઉપલબ્ધ થશે. આ ફોનમાં 8GB LPDDR4X રેમ અને સ્નેપડ્રેગન 695 SOC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- Moto G82 5Gમાં 5,000mAhની બેટરી મળશે, જે 30W ટર્બો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
- Moto G82 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં f/1.8 લેન્સ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર સાથે આવે છે. આ ઉપરાંત તમને 8 MPનો અલ્ટ્રા વાઇડ શૂટર પણ મળશે.