આજનો યુગ આધુનિક યુગ છે, ટેકનોલોજીએ એટલો બધો વિકાસ કરી લીધો છે કે તમે વાત જ પુછોમાં સવારે ઉઠો ત્યારથી લઈ સાંજે સૂવો ત્યાં સુધીમાં આપણે અનેક ઇલેક્ટ્રીક ઉપકરણોણો ઉપયોગ કરતાં હોઈએ છીએ, ત્યારે હવે ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રીક બ્રશ લોન્ચ થયું છે. ફિલિપ્સે તાજેતરમાં ભારતમાં નવા ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ લોન્ચ કર્યા છે.
ત્યારે હવે ધીરે ધીરે ભારતીય બજારમાં પણ ઇલેક્ટ્રિક ટૂથબ્રશની માંગ વધી રહી છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ની 1000થી શરૂ થાય છે, પરંતુ ફિલિપ્સ દ્વારા લોન્ચ કરાયેલ ઇલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમત5000 છે. Philips Clean 4300 સિરીઝની કિંમત 5195માં ખરીદી શકાય છે. એક ટૂથ બ્રશ ભારતીય બજારમાં મોંઘા બ્રશ તરીકે જોવાય છે. શું આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ સામાન્ય ટૂથબ્રશ કરતાં વધુ સારું છે? શું તે અન્ય ટૂથબ્રશ કરતાં દાંતને વધુ સાફ કરે છે? આ ઇલેક્ટ્રિક ટૂથ બ્રશના બોક્સમાં ટૂથબ્રશ અને ચાર્જિંગ ડોક આપવામાં આવ્યું છે. આ બ્રશને ચાર્જિંગ ડોક પર મૂકીને ચાર્જ કરી શકાય છે.
આ ટૂથબ્રશ સામાન્ય બ્રશ કરતાં ભારે છે અને ઉપયોગમાં સરળ છે. તમે તેના ઉપર ભાગને સરળતાથી બદલી અથવા બદલી શકો છો. બ્રશનું હેન્ડલ ઘણું મોટું છે અને ટોપ પણ સરળતાથી બદલી શકાય છે. આ બ્રશને બે ભાગોમાં કરી શકાય છે. હેન્ડલ અને ડિટેચેબલ બ્રશ હેડ. તમે અલગ કરી શકાય તેવા બ્રશ હેડને પણ બદલી શકો છો. હેન્ડલ રાખવા માટે એકદમ આરામદાયક છે અને તે મેટ ફિનિશ સાથે આવે છે. બીજા ઘણા ઈલેક્ટ્રિક ટૂથબ્રશમાં અલગ-અલગ ક્લિનિંગ મોડ જોયા છે, પરંતુ અહીં માત્ર એક ક્લિનિંગ મોડ આપવામાં આવ્યો છે. આ મોડ ખૂબ જ વાપરફૂલ અને અસરકારક છે