ઉતર ગુજરાતમાં આવેલ સૌથી મોટી દૂધ ડેરી એવી અમૂલ ડેરીએ પશુ પાલકોને ખુશ કહબર આપ્યા છે. આ સમાચાર આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને આ ફાયદાનો લાભ મળશે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.10નો વધારો કરવામાં કરવામાં આવ્યો છે .પ્રતિ કિલો ફેટના રૂ.730ના વધીને રૂ.740 કરી દેવામાં આવ્યા છે. જેના લીધે આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે.
ગત વર્ષ 2021માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડ પાર પહોંચ્યું છે. ગયા વર્ષે દૂધ ની આવક 131 કરોડ લીટર થઈ હતી.ચાલુ વર્ષે 150 કરોડ લીટર દૂધ ની આવક થઈ છે. ખેડુતો ને અંતિમ ભાવ ની રકમ માં પણ 9.37 ટકા નો વધારો કરાયો હતો. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવ ની ચુકવણી થઈ હતી. ચાલુ વર્ષે 350 કરોડ થી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.
અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ ભેંસના દૂધના ભાવ પ્રતિ કિલો 730 રૂપિયા મળતો હતો જે હવે 740 કરવામાં આવ્યો છે. તો ગાયના દૂધના પ્રિત કિલો ફેટના ભાવ 331.80 રૂપિયા મળતા હતા જે હવે 336.40 રૂપિયા મળશે. જેના કારણે પશુપાલક સાથે જોડાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 6 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાથી લાભ થશે.
1 માર્ચથી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં તેમજ છાસ અને દહીના ભાવમાં પણ પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવ 135 જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો, 11 માર્ચ 2022થી થશે નવો વધારો લાગુ થઈ ગયો હતો. સાથે સાથે આ અગાઉ અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દૂધ બાદ બટરના ભાવમાં પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો હતો. હવે 100 ગ્રામ બટર પેકિંગ હવે રૂ.50ને સ્થાને રૂ.52માં મળશે, 500 ગ્રામ બટર પેકિંગ રૂ.245ના બદલે રૂ.250માં મળશે જ્યારે એક કિલો બટરની કિંમત રૂ.530થી વધીને રૂ.550 પહોંચી છે.