હવામાના વિભાગ દ્વારા આગાહી કરવામઆ આવી છે કે, આગામી રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન ધોલપુર, કરૌલી, ચુરુ, હનુમાનગઢ, ગંગાનગર, જિલ્લામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.
બીજી તરફ ચોમાસું કેરળથી અરબી સમુદ્ર થઈને કર્ણાટક પહોંચી ગયું છે. જેને પગલે તે આગામી બે-ત્રણ દિવસમાં તે ગોવા અને મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતી ગરમ હવા અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ભેજના કારણે બનેલા વાદળોને કારણે ઝારખંડની રાજધાની રાંચી અને તેની આસપાસનો વિસ્તાર આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાંચી અને આસપાસના વિસ્તારોમાં 3 જૂને આકાશ વાદળછાયું રહેશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ વાવાઝોડું પણ આવી શકે છે.
હિન્દી ફિલ્મમાં સોગ છેકેને કે યે મોસમ બેઈમાન હે બડા…. આવુજ મોસમ હાલ દેશમાં જોવા મળી રહી છે, દેશના કેટલાક વિસ્તારમાં ગરમી પાડવાની છે, તો કોઈક જગ્યાએ વરસાદ પાડવાની સંભાવના છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે મૌસમની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ પણ રહેશે. આ સાથેજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે. જ્યારે વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ.બંગાળમાં તેની સામાન્ય શરૂઆતની કરતાં 4 દિવસ પહેલાં પહોંચી ગયું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને પશ્ચિમ બંગાળના ગંગાના ભાગ પર ચક્રવાતી પરિભ્રમણની રચના અને બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વ ભારત તરફના મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે, ઉત્તરપૂર્વીય રાજ્યો અને પેટા હિમાલયના રાજ્યોમાં આગામી પાંચ દિવસ દરમિયાન. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે.
દિલ્હીવાસીઓ ફરી એકવાર ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે અને આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગે સપ્તાહના અંતે હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી છે. દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગુરુવારે 42 ડિગ્રી સેલ્સિયસ હતું.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી બિહાર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , દક્ષિણપશ્ચિમ ચોમાસું ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર પૂર્વના ઘણા ભાગોમાંથી પસાર થઈને મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના જયદર ભાગોમાં પહોંચ્યું છે. જેને લઈને ચોમાસું 13 થી 15 જૂનની વચ્ચે પૂર્ણિયા જિલ્લામાં પહોંચશે. આ પછી સમગ્ર રાજ્યમાં ચોમાસાની મજબૂત સ્થિતિ સાથે સારા વરસાદની સંભાવના છે.