યુપીમાં હજુ ગઈ કાલે જ પોલીસ અને ટોળાં સાથે માથાકૂટ થઈ હતી. ત્યારે ફરી આજે યુફીમાં એક ઘટના સામે આવી છે. ઉતરપ્રદેશના ધૌલાનામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે 8 કામદારોના ઘટના સાથળે જ મોત નીપજયાં છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે જિલ્લા કક્ષાના અધિકારીઓએ પહોચી કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર મામલે પોલીસે માહિતી આપી છે કે રુહી ક્રેકર્સ નાનમી ફેક્ટરીમાં બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. હાલમાં સમગ્ર તંત્ર ઘાયલો અને મૃતદેહોને ફેક્ટરીમાંથી બહાર કાઢવાના કામમાં જોતરાયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફટાકડાના મિશ્રણમાં થયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમના કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘CM યોગીએ હાપુડ જિલ્લામાં સ્થિત એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટની દુર્ઘટનામાં જાનહાનિ પર ઊંડી શોક વ્યક્ત કરી છે. મૃતકોની આત્માની શાંતિની કામના કરતી વખતે મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ઘટના સ્થળે ઉપસ્થિત હાપુર આઈજી પ્રવીણ કુમારે કહ્યું હતું કે, અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ અકસ્માત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.