શિયાળો આવતાજ આપણા ઘરમાં ઠંડીથી બચવા અને આખુ વર્ષ આપણુ આરોગ્ય જળવાય તેવા વસાણાઓ મીઠાઈઓ બનવા લાગે છે. તલ, ગોળ, સાકર, શેરડી, બોર, ચણા, અડદ, મેથી આ બધી વસ્તુઓ ખાવાના ઉપયોગમાં વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખાસ મેથીના લાડુ જેને ખાવાથી તમે સ્વાદની સાથે સાથે આરોગ્ય પણ મેળવી શકશો.
સામગ્રી:
- અઢી કપ ઘી
- ૨ કપ ગોળ
- અડધો કપ કાજૂનો કરકરો ભૂકો
- અડધો કપ બદામનો કરકરો ભૂકો
- ૧ કપ નાળિયેરનું ખમણ
- ૩ ટે.સ્પૂન ગંઠોડાનો પાઉડર
- ૨ ટે.સ્પૂન સૂંઠનો પાઉડર
રીત:
મેથીને બે દિવસ ગોળના ભૂકામાં રાખો. જેનાથી મેથીની કડવાશ નીકળી જશે.
હવે ચણાનો લોટ, અડદનો લોટ અને ઘઉના લોટમાં ગરમ ધી અને દૂધનું મોણ નાખીને ૧૫ મિનિટ સુધી રાખો. લોટને હળવે હાથે મસળીને તેને ચાળી લેવો. નૉન સ્ટીક કડાઈમાં ઘી લઈને લોટને શેકી લેવો.
જયારે લોટ શેકાતો હોય ત્યારે તેમાં કાજૂ અને બદામનો ભૂકો ભેળવી. સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો.
હવે ઠંડો થાય એટલે તેમાં મેથી અને ગોળનું મિશ્રણ ભેળવીને બરાબર હલાવી લેવું. ખાંડ, ગંઠોળા પાઉડર, સૂંઠ પાઉડર, નાળિયેરનું ખમણ, ભેળવો. આ લાડુ ૧૫ દિવસ સુધી સારા રહે છે.