ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે. જે અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. આ સમ્માનની શરુઆત 2 જાન્યુઆરી 1954ના દિવસે થઈ હતી. જેને તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શરુ કરવામાં આવ્યો હતો. ચાલો, જાણીએ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્નનો ઇતિહાસ.
આ સેવાઓ માટે મળે છે ભારત રત્ન:
ભારત રત્ન કેટલીક વિશેષ સેવાઓ માટે મળે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમત-ગમત સામેલ છે. જોકે પહેલા આ વિષયોમાં રમતગમત સામેલ નહોતું. પાછળથી તેને ઉમેરવામાં આવ્યું છે. એક વર્ષમાં વધુમાં વધુ 3 જ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય છે.
અત્યાર સુધી 12 લોકોને મળ્યો મરણોપરાંત:
શરુઆતમાં આ સમ્માનને મરણોપરાંત દેવાની કોઈ જોગવાઈ નહોતી. પરંતુ પાછળથી વર્ષ 1955માં આ જોગવાઈ જોડવામાં આવી. જે પછી 12 જેટલા લોકોને આ સમ્માન મરમોપરાંત મળી ચૂક્યું છે. જોકે સુભાષચંદ્ર બોઝ માટે ઘોષિત આ સમ્માન પરત લેવાથી મરણોપરાંત સમ્માન મેળવનારાઓની સંખ્યા 11 મનાય છે.
પહેલા આવું હતું સમ્માનનું સ્વરુપ:
મૂળરુપે ભારત રત્ન પદકનો આકાર ગોળ હતો. જે 35મિમીનું સ્વર્ણ પદક હતું. જેમાં આગળની તરફ સૂર્ય હતો અને ઉપર હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવ્યં હતું. તેમજ નિચેની તરફ પુષ્પહારનું ચિન્હ અને પાછળની તરફ રાય ચિન્હ અને ધ્યેય વાક્ય લખવામાં આવ્યું હતું. પાછળથી આ પદકની ડિઝાઇનને બદલીને તાંબાના બનેલા પીપળાના પાન પર પ્લેટિનમનો સૂર્ય બનાવી દેવામાં આવ્યો છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે ભારત રત્ન અને સફદે રિબિનમાં બાંધીને તેને પહેરાવવામાં આવે છે.
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ:
- વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.
- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
- યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- અત્યાર સુધીમાં 43 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, યુએનઆર રાવ તથા અમતર્ય સેન
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.
- ભારત રત્નનું પદક મેળવનારા સચિન પ્રથમ ખેલાડી છે.
- ધોંડો કેશવ કર્વેને જ્યારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર 100 વર્ષ હતી.
- સચિન પહેલા સૌથી યુવાન ભારત રત્ન વિજેતા રાજીવ ગાંધી હતા. તેમને 47 વર્ષની ઉંમરે આ પદક આપવામાં આવ્યું હતું. આ પદક તેમને મરણોપરાંત અપાયું હતું.