પાણીપૂરી કે પકોડીપૂરી તરીકે પશ્ચિમ ભારતમાં પ્રચલિત. આ સિવાય અન્ય નામો ગોલ ગપ્પા, પુચકા, બતાશા કે ગુપ ચુપ એ ભારતીય ઉપમહાદ્વીપમાં ગલીએ ગલીએ મળતો એક નાસ્તો છે. આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી, ફુદીનાનું મસાલેદાર પાણી, ચણા-બટેટાં (અને ક્યારે ચણાને બદલે વટાણા) ભરીને ખવાય છે. મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે. તો તમે પણ ઘરે બનાવી શકો છો પાણી પૂરી.
સામગ્રી :
- બારીક રવો 200 ગ્રામ.
- મેંદો 50 ગ્રામ.
- મોણ માટે રિફાઈંડ ઓઈલ 2 નાની ચમચી.
- મીઠુ 1/2 નાની ચમચી.
- લોટ બાંધવા માટે સોડા વોટર અને પાણીપુરી તળવા માટે તેલ.
ખાટ્ટા પાણીની સામગ્રી :
- બીજ વગરની અમલી 50 ગ્રામ.
- ફુદીનાના પાન 1/2 કપ.
- હિંગ પાવડર ચપટી, ગોળ 20 ગ્રામ.
- નવસાર 5 ગ્રામ કાળા મરચુ 10-12 દાણા.
- લીલા ધાણા 1/2 કપ, લીલા મરચા 2.
- સંચળ અને સાદુ મીઠુ સ્વાદ મુજબ .
- પાણી એક લીટર.
અન્ય સામગ્રી :
- બાફેલા બટાકા 1 કપ.
- બાફેલા ચણા 1 કપ લીલી ચટણી અને સૂંઠ.
બનાવવાની રીત :
- રવામાં મેંદો મીઠુ અને મોણ નાખીને સોડા વોટરથી લોટ બાંધી લો.
- એક કલાક માટે મેદો ઢાંકીને મુકી દો.
- મોટી મોટી પાતળી રોટલી બનાવો અને કોઈ ઢાંકણાથી ગોળ ગોળ કાપી લો.
- ગરમ તેલમાં તળીને કાઢી લો.
- તેને કોઈ થાળીમાં મુકો જેથી ફુટે નહી.
- ખાટુ પાણી બનાવવા માટે એક કપ ઉકાળેલા પાણીમાં આમલી પલાળો અને એક કલાક માટે મુકી દો.
- ફુદીનાના પાન, લીલા ધાણા, મીઠુ, હિંગ, જીરુ, કાળા મરી, નવસાર વગેરે વસ્તુઓને મિક્સરમાં વાટીને 1 લીટર પાણીમાં મિક્સ કરો.
- આમલીનું પાણી ગાળીને ફુદીનાના મિશ્રણમાં મિક્સ કરો અને ફરીથી ગાળી લો.
- થોડો બરફ પણ જલજીરામાં નાખી દો.
- જમતી વખતે ગોલગપ્પા (પુરી) માં અંગૂઠા વડે કાણું પાડીને ચણા ભરો, ઉપરથી ખાટુ પાણી ભરીને જલસાથી ખાવો.