જ્યારે પણ દેશના ટોપ હાસ્ય કલાકારની વાત થાય છે, ત્યારે હાસ્ય કલાકાર કપિલ શર્માનું નામ સૌથી ઉપર આવે છે. કપિલને આપણે દેશના નંબર 1 હાસ્ય કલાકાર પણ કહી શકીએ. તેમનો શો ‘ધ કપિલ શર્મા શો’ દર્શકોમાં ઘણો લોકપ્રિય છે. દરેક ફિલ્મ તારલા તેમની ફિલ્મના પ્રમોશન માટે તેમના શોમાં આવે છે.
કપિલ તેમના શો સિવાય તેમની અંગત જિંદગીને કારણે પણ સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેમના જીવનની કેટલીક ઝલક પણ પ્રસારિત કરતાં રહે છે. આ દિવસોમાં કપિલની દીકરીનો એક વીડિયો ખૂબ જ પ્રસારિત થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે, “જેવો બાપ, એવી દીકરી.”
કપિલ શર્માએ તેમની કોલેજ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી 2019માં ગિન્નીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દંપતીએ આ પુત્રીનું નામ અનાયરા રાખ્યું છે. અનાયરા હવે 3 વર્ષની થઈ ગઈ છે. તે તેમના પિતા પાસેથી ઘણું શીખી રહી છે. કપિલની જેમ અનાયરાને પણ સંગીતમાં ખૂબ જ રસ છે. તે તેના પિતાની જેમ જ અનેક ગુણથી સંપૂર્ણ છે.
તાજેતરમાં કપિલે તેમની ઇન્સ્ટા સ્ટોરી પર પુત્રી અનાયરાનો એક સુંદર વીડિયો પ્રસારિત કર્યો છે. આ વીડિયોમાં તે ડ્રમ વગાડતી જોવા મળી રહી છે. ડ્રમિંગ પૂરું કર્યા પછી તેણી તેના સુંદર અવાજમાં કહે છે “પાપા આપ બજાઓ..”
કપિલના ચાહકોને અનાયરાની ડ્રમ વગાડવાની આ પ્રતિભા ખરેખર ખૂબ જ ગમી. તેઓએ ટિપ્પણી કરીને અનાયરા પર પ્રેમ ખૂબ જ વરસાવવાનું શરૂ કર્યું. એક યુઝરે કહ્યું, “પિતાની જેમ દીકરી પણ પોતાની અંદર પ્રતિભાથી ભરેલી છે.”
બીજાએ કહ્યું, “બાપ રે! આ ખૂબ જ સુંદર છે.” તે જ સમયે, એક વ્યક્તિએ કહ્યું, “અનાયરાને જોઈને લાગે છે કે, આવનારા સમયમાં તે તેના પિતા કપિલ કરતા પણ મોટી કીર્તિ ધરાવનાર તારલો બની જશે.”
કપિલ બે બાળકોના પિતા છે. પુત્રી અનાયરા પછી, તેમને એક પુત્ર પણ હતો, જે હવે 11 મહિનાનો છે. હાસ્ય કલાકારને પોતાના પુત્રનું નામ ત્રિશાન શર્મા રાખ્યું છે. તે પણ તેમના પિતાની જેમ ખૂબ જ સુંદર છે.
કપિલના બાળકો ભલે અત્યારે ઘણા નાના છે, પણ લોકો પહેલેથી જ વિચારી રહ્યા છે કે, તેઓ મોટા થઈને શું બનશે? કેટલાક ઇચ્છે છે કે, તે તેમના પિતાની જેમ હાસ્ય કલાકાર બને, જ્યારે કેટલાક તેને અભિનેતા અથવા ગાયક તરીકે જોવા માંગે છે.
કપિલ શર્મા ટૂંક સમયમાં લોકપ્રિય OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રથમ પ્રયાસ કરવા જઈ રહ્યા છે. તેમનો શો ‘I am not done yet’ 28 જાન્યુઆરીએ Netflix પર સ્ટ્રીમ થશે.