સ્ટોરીઃ
બઉઆ સિંહ મેરઠનો એક એવો યુવાન છે જેની હાઈટ જોઈએ એવી વધી નથી પણ તે સ્વભાવે એકદમ બિન્દાસ છે. તે આફિયા (અનુષ્કા શર્મા) નામની વૈજ્ઞાનિકના પ્રેમમાં પડે છે. આફિયા સેલેબ્રલ પાલ્સીનો શિકાર હોય છે. તેમની યુનિક લવસ્ટોરી ભારત અને અમેરિકામાં અને પછી સ્પેસમાં પણ આકાર લે છે. આ દરમિયાન તેઓ અનેક રસપ્રદ પડકારોનો સામનો કરે છે.
રિવ્યુઃ
કોન્સેપ્ટ સારો હોય તો તેને પરદા પર રસપ્રદ રીતે દર્શાવવો પણ એટલો જ જરૂરી બની જાય છે. પરંતુ દરેક સારી વાર્તાને સારી ટ્રીટમેન્ટ મળે તે જરૂરી નથી. ઝીરોનો કોન્સેપ્ટ રસપ્રદ અને પ્રેરણાદાયક છે પરંતુ તે દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ જાય છે. મેરઠથી મંગળ સુધીના રોમાન્સમાં વિજ્ઞાન, બીજા ગ્રહની યાત્રા અને અમર પ્રેમ જેવા અનેક આઈડિયા અજમાવવામાં આવ્યા છે. હવે પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ એટલું બધુ બતાવવામાં કોઈપણ વિચારને વ્યવસ્થિત ન્યાય કરી નથી શકતી. અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર દર્શકોને જોવી ગમે તેવી છે પણ આ ક્ષણો પણ ખરતા તારાની જેમ દર્શકોની નજર સામેથી ઓઝલ થઈ જાય છે.
પ્લોટમાં ખામીઃ
સ્ટોરી મેરઠથી શરૂ થાય છે. બઉવા સિંહ પોતાના પિતા (તિગ્માંશુ ધૂલિયા)ના પૈસા બોલિવુડ સુપર સ્ટાર બબિતા કુમારી (કેટરિના કૈફ) પાછળ ઉડાવે છે. પોતાની જાતમાં જ ખોવાયેલા રહેતા બઉવાનો કોન્ફિડન્સ તેની નાની હાઈટ પણ હલાવી શકતી નથી. પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે બહુઆ સિંહને ખૂબ જ ભણેલી ગણેલી વૈજ્ઞાનિક આફિયા મળે છે. આ ઠીંગણો છે અને આફિયા સેરેબ્રલ પાલ્સીનો શિકાર છે. તેમની મર્યાદા જ તેમના રિલેશનશીપનો સૌથી મજબૂત પોઈન્ટ બને છે. પરંતુ આ સિવાય તેમની પર્સનાલિટી એકબીજાથી ખૂબ જ અલગ છે. આ ડ્રામા ઓછો હોય તેમ બોલિવુડ ડિવા બબીતા કુમારી બઉવા સિંહની લાઈફમાં એન્ટ્રી મારે છે. ફિલ્મના પહેલા હાફમાં રોમાન્સ બતાવ્યો છે પરંતુ આ પ્લોટ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ જાય છે.
સેકન્ડ હાફઃ
સેકન્ડ હાફમાં બઉવાની સ્ટોરી બોલિવુડની ડિવા સાથે મુંબઈમાં આકાર લે છે. તેમાં બી ટાઉન સ્ટાર્સના કેમિયો તમને સરપ્રાઈઝ આપશે. સલમાન અને શાહરૂખ ખાનને ઈસકબાઝી ગીતમાં સાથે જોવાની મજા પડશે. પછી સ્ટોરી યુ.એસ અને મંગળ મિશન સુધઈ પહોંચે છે. પરંતુ મૂવી અને પાત્રોનો ગ્રાફ ઊંચે નથી જતો. હિંમાશુ શર્માનું લેખન અમુક અમુક બાગમાં સારુ છે પરંતુ તે લાર્જર ધેન લાઈફ લવ સ્ટોરીને પરદા પર સાકાર કરે તેવુ નથી. 2 કલાક 25 મિનિટ પછી ફિલ્મ હાથમાંથી છટકી જાય છે અને લાંબી લાગે છે.
પરફોર્મન્સઃ
ફિલ્મનું સારુ પાસુ એ છે કે આનંદ એલ રાયના પાત્રો તેમની શારીરિક મર્યાદાઓને તેમની લાઈફ પર ક્યારેય હાવી થવા નથી દેતા. શાહરુખ ખાન રોમેન્ટિક ક્ષણોમાં સોળે કળાએ ખીલે છે તે વાતમાં બેમત નથી. બઉવા સિંહ તરીકે તેનું પરફોર્મન્સ સારુ છે પણ સ્ટોરીનો ઘણો મદાર સ્પેશિયલ ઈફેક્ટ્સ પર છે. કેટરિના નાના રોલમાં છે પણ ઈમ્પ્રેસ કરે તેવી છે. અનુષ્કાએ આ પાત્ર માટે મહેનત ઘણી કરી છે પણ તેનું પાત્ર તમને ગળે ઉતરે તેવુ નથી.
માઈનસ પોઈન્ટઃ
ફિલ્મમાં ઘણા ઉતાર ચડાવ છે. અમુક સીન ખૂબ જ રંગીન અને ચમકદમક વાળઆ છએ તો અમુક ડલ સીન પણ છે. શાહરૂખ અને મોહમ્મદ ઝીશન આયુબ વચ્ચે કેટલીક કોમેડી ક્ષણો સારી છે. મેરે નામ તૂમાં પણ શાહરૂખ રંગબેરંગી દૃશ્યો વચ્ચે રોમાન્સ કરતો જોવા મળે છે. ફિલ્મમાં બોલિવુડ અને તેના સ્ટાર્સના ઢગલાબંધ રેફરન્સ છે પરંતુ તે સ્ટોરીને અને તેના સુંદર પ્લોટને ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે.
ફિલ્મ થિયેટરમાં જોવાય?
તમે જે એન્ટરટેઈનમેન્ટની અપેક્ષાએ ફિલ્મ જોવા ગયા છો તે તમને નહિ મળે. અમારા તરફથી ઝીરોને 3 સ્ટાર.