જોધપૂરસ્થિત ઉમ્મેદ ભવન પેલેસમાં બંનેના ક્રિશ્ચિયન અને હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ને લઈને સોશીયલ મીડિયા ઉપર ખુબજ ધમાલ મચી હતી. આ ઉપરાંત બંનેના આઉટફિટ ડ્રેસીસ ને લઈને પણ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી.
આ ઉપરાંત નિક અને પ્રિયંકા એ પોતાનું રિસેપ્શન મુંબઈમાં 20 ડિસેમ્બરના રોજ રાખવામા આવ્યું છે.
1લીડિસેમ્બર, શનિવારના રોજ નિકજોનાસ તથા પ્રિયંકા ચોપરાએ ક્રિશ્ચિયન વેડિંગ કર્યાં હતાં. પ્રિયંકાએ ક્રિશ્ચિયન વેડિંગમાં રાલ્ફ લોરેનેડિઝાઈન કરેલું વ્હાઈટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનને તૈયાર થતાં 1826 કલાક એટલેકે 76 દિવસ થયા હતાં.
આ રિસેપ્શનમાં પ્રિયંકા એ જે લાલ લહેંગામાં જોવ મળી હતી તે લહેંગામાં સિલ્ક ફ્લોસમાં ફ્રેંચ નોટ્સ લાગેલા હતા અને સાથે જ રેડક્રિસ્ટલ લેયરની સાથે એમ્બ્રોડરી વર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. આ લહેગા માટે ખાસ કોલકાતાથી 110 એમ્બ્રોયડરી વર્ક્સ બોલાવવામાં આવ્યા હતાં.
આ લહેંગા પર પ્રિયંકાએ પતિ નિક, પાપા અશોક તથા મોમ મધુચોપરાનું નામ લખાવ્યું હતું. આ ઉપરાંતનિક જોનાસનો સૂટપણ રાલ્ફ લોરેને જ ડિઝાઈન કર્યો હતો. પ્રિયંકાનું ગાઉન 75 ફૂટ લાંબું હતું.
પ્રિયંકાએ શેર કરી તસવીર
સોશિયલ મીડિયા પર પ્રિયંકા-નિકની આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં નિકે પ્રિયંકાને ઊંચકેલી છે. આ તસવીર શેર કરતાં પ્રિયંકાએ લખ્યું કે, “આ સ્પેશિયલ દિવસને ફેમિલી અને ફ્રેંડ્સ સાથે શેર કરવો ખૂબ જરૂરી હતો.”