દેશની સૌથી વધારે અમીર હસ્તીઓમાંથી એક મુકેશ અંબાણીને કોણ નથી જાણતું. માત્ર મુકેશ અંબાણી જ નહીં, પણ તેમના પરિવારના અન્ય સભ્યો દેશ અને દુનિયાના તમામ લોકો તેઓને જાણે છે પછી તે તેમની પત્ની નીતા અંબાણી હોય કે, પછી તેમના બે પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી. અંબાણી પરિવાર અવારનવાર એક અથવા બીજા અનેક કારણોસર સોશિયલ મીડિયા પર હેડલાઈન્સનો વિષય રહે છે. અંબાણી પરિવાર પોતાની લક્ઝરી જીવનશૈલી માટે દુનિયાભરમાં જાણીતા છે.
અંબાણી પરિવાર પાસે અત્યારે જે કંઈ છે, એ બધું તેમણે પોતાના પરિશ્રમથી મેળવ્યું છે એવું નથી કે, મુકેશ અંબાણી જન્મથી જ અમીર હતા. તેઓ પણ સામાન્ય માણસ જેવી જ પરિસ્થિતિમાં હતા. મુકેશ અંબાણીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. કદાચ આ જ કારણ છે કે, મહેનતથી સફળતાની સીડી ચડ્યા પછી તેમનામાં કોઈ પ્રકારનું બનાવટ જોવા મળતું નથી. મુકેશ અંબાણી સારી રીતે જાણે છે કે, પૈસાનું મહત્વ શું છે અને તેમણે આ ગુણ પોતાના બાળકોને પણ ખૂબ સરસ રીતે શીખવ્યો છે.
ભલે અંબાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર છે, તેમ છતાં પણ અંબાણી પરિવાર તેમની ખાનદાની માટે ખૂબ જાણીતા છે. મુકેશ અંબાણીની વાત હોય કે, તેમની પત્ની નીતા અંબાણીની, બંને જણા સારી રીતે જાણે છે કે, પરિવાર માટે સાથે રહેવું કેટલું જરૂરી અને આવશ્યક છે. કદાચ આ જ કારણ છે કે, જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નની વાત આવી, ત્યારે તેમણે એક એવી છોકરીની પસંદગી કરી કે, જે ન માત્ર તેના પરિવારનું મહત્વ જાણતી હોય પણ પરિવારની પદ્ધતિઓમાં યોગ્ય રીતે સાચવી પણ રાખે.
અંબાણી પરિવારની મોટી વહુનું નામ શ્લોકા મહેતા છે. જે હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી શાળાના દિવસોથી જ એકબીજાને ખૂબ સારી રીતે જાણે છે અને બંને સારા મિત્રો પણ છે, પણ તેમની ભાભી ઈશા અંબાણી સાથે તેમના ખૂબ જ ગાઢ મહત્વના સંબંધ હતા.
આવી પરીસ્થિતિમાં, જ્યારે આકાશ અંબાણીના લગ્નની વાત આવી તો શ્લોકાનું નામ સાંભળીને આખા પરિવારે તે બંને માટે તરત જ હા પાડી દીધી કારણ કે, આકાશ અંબાણી સાથે સગાઈ કરતા પહેલા જ શ્લોકા મહેતા અંબાણી પરિવારના તમામ સભ્યોને સારી રીતે ઓળખતી હતી. શ્લોકા મહેતાના તેની સાસુ નીતા અંબાણી સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “આકાશ માટે શ્લોકાથી સારી કોઈ છોકરી હોઈ શકે નહીં. હું શ્લોકાને 4 વર્ષની હતી, ત્યારથી તેને ઓળખું છું, ત્યાર પછી શ્લોકામાં ઘણા બધા બદલાવ આવ્યા છે.
નીતા અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, “પરંતુ તેના ચહેરાની માસૂમિયત હજુ પણ એવી જ છે. હું ખૂબ જ ખુશ છું કે, હું જેને ખૂબ પ્રેમ કરું છું, તે છોકરી આજે મારા ઘરની વહુ બનવા જઈ રહી છે. હું અને મારો અંબાણી પરિવાર શ્લોકાના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
ભાગ્યે જ એવા લોકો હશે, જેઓ જાણતા હશે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ ઈશા અંબાણીના લગ્નના ઘણા સમય પહેલા થઈ ગઈ હતી. આ પછી પણ ઈશા અંબાણીના લગ્ન પછી જ બંનેએ લગ્ન કર્યા હતા. તેની પાછળનું કારણ શું હતું? તેની પાછળનું કારણ બીજું કંઈ નહિ પણ તેની બહેન પ્રત્યેનો ઘણો પ્રેમ હતો.
ડિસેમ્બર 2018માં, જ્યારે ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્નના સાત ફેરા લીધા, ત્યારે આકાશ અંબાણીએ 3 મહિના પછી શ્લોકા સાથે લગ્ન કર્યા. ઈશા અંબાણીએ વોગ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “આકાશ અને શ્લોકાએ મારા લગ્ન માટે તેમના લગ્નની તારીખ બદલી છે. ખરેખરમાં આકાશ અને શ્લોકા જે દિવસે મારા લગ્ન થયા તે દિવસે લગ્ન થવાના હતા. તે બંનેનું મારા પ્રત્યેનું આ વિશિષ્ટ સમર્પણ જોઈને હું પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
એક ઈન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “આકાશ અને શ્લોકા લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા, પણ જ્યારે બંનેના લગ્નની વાત સામે આવી તો અમે બધા ચોંકી ગયા. જો કે હું આકાશ અને શ્લોકા વિશે શાળાના દિવસોથી જાણતી હતી, પણ પરિવારની સંમતિથી બંનેએ પોતાના સંબંધોને આગળ વધાર્યા હતા અને એકબીજાના જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો હતો.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આકાશે 9 માર્ચ 2019 ના રોજ શ્લોક મહેતા સાથે લગ્ન કર્યા અને તે વિશ્વના સૌથી શાહી લગ્નોમાંના એક લગ્ન હતા.