કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.
ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.
સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.