અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. જેમાં અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે.
બાબા અમરનાથની પહેલી તસવીર જે સામે આવી છે તેમા શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ દેખાય છે. આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને છે, જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર જાય છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલના માર્ગે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા 22 ઓગસ્ટના રોજ પૂરી થશે.
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 1લી એપ્રિલથી શરૂ થઈ જાય છે. સમગ્ર દેશમાં રજિસ્ટ્રેશન 446 બેન્ક શાખા મારફતે કરી શકાય છે. યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુફા ખૂબ જ ઉંચાઈ પર આવેલી છે અને યાજ્ઞા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. યાત્રાને લગતી જાણકારી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે.