ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ભારત સરકાર વિદેશી રસીને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરકારે આ અંગે જણાવ્યું કે, ભારતનું ડ્રગ રેગ્યુલેટર વિદેશમાં બનેલી રસીના સીમિત ઇમરજન્સી ઉપયોગ માટે અરજી મળવા પર ત્રણ દિવસની અંદર નિર્ણય લઈ લેશે.
સેન્ટ્રલ મેડિસીન્સ ઓથોરિટી, સીડીએસસીઓ ઇમરજન્સી સ્થિતિમાં સીમિત ઉપયોગ માટેની મંજૂરી માટે રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો અને આયાત લાઇસન્સ માટે અરજી આપવાના ત્રણ કામકાજી દિવસની અંદર વિચાર કરશે. મહત્વનું છે કે, કેન્દ્રએ મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે અમેરિકા, યૂરોપ, બ્રિટન કે જાપાનના નિયામકોની મંજૂરી પ્રાપ્ત કોરોના વાયરસની બધી વેક્સિનને તત્કાલ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારબાદ સીડીએસસીઓએ નિયમનકારી મંજૂરીને લઈને વિસ્તૃત નિર્દેશ જારી કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે વિદેશમાં નિર્મિત કોવિડ વિરોધી રસી માટે એક નિયમનકારી નિર્દેશ જારી કર્યો છે.
તે પ્રમાણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને વિસ્તૃત દિશા-નિર્દેશ તૈયાર કર્યા છે, જેમાં વિદેશમાં મંજૂર રસીને લઈને જાણકારી આપવામાં આવી છે.