હાલ રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે રેમડેસિવિર ઈન્જેક્શન માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજીયાત નથી.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે એક તરફ અછત અને પડાપડી થઈ રહી છે. તો રેમડીસિવિર ઈન્જેક્શનને લઈ સૌથી મોટો નિર્ણય કર્યો છે. હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે પણ ઈન્જેક્શન મળી શકશે.
આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પણ આ પરિપત્ર જાહેર કર્યો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. આ રાજ્ય સરકારે 2 લાખ કરતા વધુ રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
એક જ દિવસમાં 2 લાખથી વધુ ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી રહી છે.