દેશભરમાં કોરોના વાયરસની નવી લહેરના કારણે સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. તેમજ હવે રસીકરણ માટે સરકાર એક નવી યોજના પર વિચાર કરી રહી છે.
દેશમાં સ્પુટનિક-વીની રશિયન કોરોના રસીને મંજૂરી પછી લોકોને હવે ઘરે ઘરે જઈને રસી આપવાની યોજના દેશમાં આકાર લઈ શકે છે. દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ વેકસિનેશન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્પુટનિક વી રસીની પરવાનગી સાથે, લોકોને હવે રસીકરણ માટે ઘરે ઘરે જવાનો પ્લાન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર આગામી ત્રણ મહિનામાં દેશની મોટા ભાગની વસ્તીને રસી આપવાની યોજના ધરાવે છે. આ માટે, 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે