દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વધુ ચિંતા ઊભી કરે તેવી વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક અને સંક્રમક હોવાની સાથો સાથ ગુપ્ત થતું જઈ રહ્યું છે.
મૂળે, સિટી હૉસ્પિટલોના ડૉક્ટરોનું કહેવું છે કે એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણ છે, પરંતુ બે-ત્રણ વાર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ છે કે નહીં, તે જાણવા માટે આરટી-પીસીઆર ટેસ્ટને અત્યાર સુધી સૌથી સચોટ માનવામાં આવ્યા છે, પરંતુ આ રિપોર્ટે ચિંતા વધારી દીધી છે.
એક અગ્રણી સમાચાર પત્રએ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ, આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. આશીષ ચૌધરીએ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક દર્દી મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં સંક્રમણ હતું.
સીટી સ્કેન કરાવતાં તેમના ફેફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા. તેને મેડિકલ ભાષામાં પૈચી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી કહેવામાં આવે છે. તે કોવિડ-19નું એક વિશિષ્ટ લક્ષણ છે.