જાણીતા કૉમેડિયન કપિલ શર્માએ ચતરાથ સાથે જલંધર નજીકના ફાગવાડામાં 12 ડિસેમ્બરના રોજ લગ્ન કરી લીધા છે. હવે કપિલે પોતાની અને પત્ની સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં કપિલ ગ્રીન શેરવાની પહેરી હાથમાં તલવાર સાથે દેખાઈ રહ્યો છે જ્યારે ગિન્ની ટ્રે઼ડિશનલ લહેંઘા-ચોલીમાં દેખાઈ રહી છે. અગાઉ કપિલ શર્માના પ્રી-વેડિંગ યોજાયું હતું જેમાં તેના ઈન્ડસ્ટ્રીના કલિગ ક્રિષ્ના અભિષેક, ભારત સિંહ, સુમોના ચક્રવર્તી, સુદેશ લેહરી અને ઘણા અન્ય લોકોએ હાજરી આપી હતી.
લાંબા સમયથી હતા એકબીજાના પ્રેમમાં
સુંદર લાગી રહી છે જોડી
ગિન્નીના જલંધર સ્થિત ઘરે અખંડ પાઠ અને બેંગલ સેરેમની યોજાઈ હતી. કપિલ પોતાના વેડિંગ ઈન્વિટેશનને પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું, ‘તમારા આશિર્વાદની જરૂર છે. મનમાં ખૂબ જ ઉમંગ અને માતા-પિતાના આશિર્વાદથી એ કહેતા ઘણી ખુશી થાય છે કે, 12 ડિસેમ્બર 2018ના રોજ હું અને ગિન્ની અમારી નવી સફરની શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ.’ લગ્ન બાદ હવે કપિલ અને ગિન્ની 14 ડિસેમ્બરે અમૃતસર તથા 24 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન પાર્ટી યોજશે.
સુમોના ચક્રવર્તી અને ભારતી
કપિલ જ્યાં પોતાની મસ્તી-મજાકની અદાથી સૌ કોઇને હસાવે છે, તે પોતાના લગ્નમા પણ આ અંદાજમાં જ જોવા મળ્યો. ખરેખર કપિલનો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે અને ગિન્ની લગ્નાનાં સાત ફેરા માટે જઇ રહ્યા છે.
ભવ્ય હતુ આયોજન
55 લાખનો ખર્ચ, એક ડિશ 3000 હજારનીઃ
શરૂઆતમાં 800 મહેમાનો આવવાના હતાં પરંતુ 1000 મહેમાનો આવ્યા હતાં. લગ્નનો તમામ ખર્ચ ગિન્નીના પરિવારે ઉઠાવ્યો છે. ચર્ચા છે કે ગિન્નીનાં પરિવારે 55 લાખ રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કર્યાં છે. જેમાં 25-30 લાખ રૂપિયા તો માત્ર ભોજન પાછળ જ ખર્ચ્યા છે. ભોજનમાં ચાઈનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ ફૂડ મહેમાનોને સર્વ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે એક પ્લેટ રૂપિયા 3 હજારની હતી. મહેમાનોને દારૂ પણ આપવામાં આવ્યો હતો. 500 જાતની વિવિધ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી. આટલું જ નહીં 18-20 જાતના તો માત્ર સ્ટાર્ટર જ હતાં. ડેકોરેશન પાછળ 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આખા ભારતમાંથી મહેમાનો આવ્યા હતાં. કપિલને લાલ રંગ ઘણો જ પસંદ છે અને તેથી જ ખાસ કોલકાતાથી ઓર્ચિડ તથા સ્પેશ્યિલ ગુલાબના ફૂલો મંગાવવામાં આવ્યા હતાં.
ચોતરફ ખુશીનો માહોલ
કપિલ વીડિયોમાં કહે છે,’તમારા બધાના પ્રેમ માટે ખુબ જ ધન્યવાદ. અમે બંન્ને હાલમાં ફેરા ફરવા માટે જઇ રહ્યા છીએ. અત્યારે પણ જણાવી દો હું જાવ કે નહી… નહી તો હું ભાગી જાવ છું. કપિલની આ વાતને સાંભળી સાથમાં ઉભેલ તેની પત્ની ગન્ની પણ તેનો હાથ પકડી હસવા લાગી.’
લંડનથી આવ્યા શૅફઃ
લંડન, થાઈલેન્ડ તથા યુરોપથી 80 શૅફ આવ્યા હતાં. જેમણે સ્પેશ્યિલ લાઈવ કાઉન્ટર ચલાવ્યા હતાં. જેમાં સૂપથી લઈ કોન્ટિનેન્ટલ ફૂડ હતું. ભારતના દરેક રાજ્યની સ્પેશ્યિલ વાનગી હતી. જેમાં અમૃતસરી કુલ્ચા, મુંબઈ ચાટ, સાઉથ ઈન્ડિયન, ગોવાનું ફૂડ, સુશી ફૂડ, લાઈવ ગ્રિલ્સ, તુમ્બા, રાજસ્થાની ફૂડ, કાશ્મિરી ફૂડ, સી ફૂડ વગેરે સર્વ કરવામાં આવ્યા હતાં. 50 જાતના કોકટેલ્સ, 15 જાતની કૉફી હતી.
તુમ દેના સાથ મેરા…
કપિલ અને રાજીવ ઠાકુર
500 લોકલ પોલીસ, 300 બાઉન્સર્સઃ
500 લોકલ પોલીસ તથા 300 બાઉન્સર્સે સુરક્ષા વ્યવસ્થા જોઈ હતી.
કોઈની નજર ન લાગે…
ધ કૉમેડી ગેંગ
47 રૂમ્સ હતાં બુકઃ
ગિન્નીના પરિવારે કબાના ક્લબ આખી બુક કરી હતી. જેમાંથી 47 રૂમ્પસ કપિલ તથા તેના સંબંધીઓ માટે હતાં. કપિલ તથા તેના પરિવાર માટે ત્રણ સ્યુટ્સ બુક કરવામાં આવી હતી. જેની કિંમત 10 હજાર રૂપિયા હતાં. આ સિવાય અન્ય રૂમ્સની કિંમત ચાર હજાર હતી.