નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે…..સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે……દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુધ્ધ’ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે…..
ભગવાન સ્કંદ ‘કુમાર કાર્તિકેય’ ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે…..સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે.