ઉત્તર કોરિયા વિશ્વના સૌથી રહસ્યમય દેશોમાં ગણાય છે. અહીંથી કોઈ માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આ વર્ષે અચાનક ઉત્તર કોરિયા તરફથી સમાચાર આવ્યા હતા કે કિમ જોંગનું અવસાન થયું છે. પરંતુ આ પછી ઘણા પ્રકારના સમાચાર આવ્યા અને છેલ્લે તે એક અફવા સાબિત થઈ. ઉત્તર કોરિયાના પૂર્વ અધિકારી ચાંગ સાંગ મીને દાવો કર્યો છે કે કિમ જોંગ કોમામાં છે અને હવે દેશની કમાન કિમની બહેન ‘કિમ યો જોંગ’ના હાથમાં છે.
જો ‘કિમ યો જોંગ’ વિશે વાત કરીએ તો, ઉત્તર કોરિયાના આગામી ઉત્તરાધિકારી તેઓ જ હશે. જેનું અનુમાન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું. આજે અમે તમને 9 એવી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે ‘કિમ યો જોંગ’ને તાનાશાહ સાથે ઉત્તર કોરિયાની જવાબદારીમાં મદદ કરતા જોવા મળ્યા હતા.
13 એપ્રિલ, 2017 રોજ ઉત્તર કોરિયાની રાજધાની રીયોમોંગ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સનું ઉદ્ઘાટન હતું. તે દરમિયાન સૌ પ્રથમ ‘કિમ યો જોંગ’ મળ્યા હતા.
7 ફેબ્રુઆરી 2018 ના રોજ ડીપીઆરકેના સ્થાપક અને તેના પ્રથમ સુપ્રીમ લીડર કિમ ઇલ સંગના 105 મા જન્મદિવસ નિમિત્તે તેઓ જોવા મળ્યા હતા. આ ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલેલી જેમાં સ્વતંત્ર પત્રકારોને આ કાર્યક્રમમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી અને કિમ યો જોંગની આ દુર્લભ તસ્વીર લેવામાં આવી હતી.
ત્રીજી વખત તાનાશાહની બહેનને સરકાર માટેના પ્રચારમાં જોવા મળી હતી.
“કિમ જોંગ-ઉન કી ઇવાંકા” તરીકે પ્રખ્યાત ‘કિમ યો જોંગ’ને ઘણીવાર તાનાશાની પાછળ જોવા મળે છે. દક્ષિણ કોરિયાના લોકોએ તેને યોનહાપ ટેલિવિઝનમાં પ્રસારિત થયેલા એક કાર્યક્રમમાં તેના ભાઈ સાથે જોઈ હતી.
દક્ષિણ કોરિયામાં સ્વતંત્ર પત્રકારોને ઘણીવાર રાજ્યના કાર્યો અને કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી નથી. તાનાશાહ અને તેની બહેનનો આ ફોટો ડીપીઆરકે રાજ્ય મીડિયા દ્વારા 2015માં લશ્કરી મુલાકાત લેતા પાડવામાં આવ્યો હતો.
આ તસ્વીરમાં કિમ જોંગ ઉન 28 ડિસેમ્બર, 2011 ના રોજ તેના પિતાના અંતિમ સંસ્કારમાં તેની બહેન સાથે શોક વ્યક્ત કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે કિમ યો જોંગ અને કિમ જોંગ ઉનની માતા ભૂતપૂર્વ ડાન્સર છે, જેનો જન્મ જાપાનમાં થયો હતો. તેમનો બીજો ભાઈ કિમ જોંગ ચૂલ પણ છે, જે આ ત્રણેયમાં સૌથી મોટો હતો, પરંતુ પિતા સાથે તેને બહુ બનતું ન હોવાથી, તેમને રાજકારણથી દૂર રહેવું પડ્યું હતુ.
27 ડિસેમ્બર 2017 ના રોજ મળેલી મીટિંગમાં કીમ સાથે તેની બહેન પણ જોવા મળી હતી. જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં મોટાભાગનું નેતૃત્વ પુરુષ જ કરે છે.
કિમ યો જોંગને તેના ભાઈના પ્રચાર, પ્રયત્નો પાછળની મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, જેમાં યાત્રાઓ પણ શામેલ છે. એવું કહેવામાં આવે છે કે કિમ તેની બહેનની સલાહ પર રોજ તેમના દેશના ઘરો અને શાળાઓમાં લોકોને મળે છે.
એવું કહેવામાં આવે છે કે તેના ભાઈની જેમ, તેની બહેન પણ ખૂબ જોખમી છે. તે લશ્કરી પ્રવૃત્તિઓમાં પણ સમાન ભાગ લે છે. દેશના સૈનિકો તેમના દેશના નેતા સિવાય તેની બહેનનું જ સાંભળે છે.