કોરોના કાળમાં આપણે ઓનલાઇન ટ્રાનજેક્શન વધુ કરતા થયા છે, ત્યારે એસબીઆઈએ પોતાના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અંતર્ગત જો તમારા ખાતામાં પૈસા ઓછા હોય અને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં ફેલ રહ્યા તો તેનો દંડ ભરવો પડશે.
એસબીઆઈના ગ્રાહકોને 20 રુપિયાના દંડ સાથે જીએસટી ચૂકવવું પડશે.એસબીઆઈના જણાવ્યાનુંસાર 1 જુલાઆ 2020થી નિયમો હેઠળ એટીએમના ઉપાડની સુવિધા મર્યાદિત કરી દેવામાં આવી છે.
હવે મેટ્રો શહેરમાં રહેનારા એસબીઆઈના નિયમિત બચત ખાતાધારકો એક મહિનામાં એટીએમમાંથી 8 વાર ચાર્જ વગર પૈસા ઉપાડી શકે છે. એમાંથી 5 વાર એસબીઆઈ અને 3 વાર અન્ય બેન્કના એટીએમમાંથી ઉપાડી શકાય છે.
જોકે બેંકના ખાતા માં 1 લાખથી વધારે માસિક બેલેન્સ રાખનાર બચત ખાતા ધારકોને એસબીઆઈ ગ્રુપ અને અન્ય બેંકના એટીએમમાં અમર્યાદિત ઉપાડની છુટ આપી છે.એસબીઆઈના એટીએમમાંથી 10 હજારથી વધારે રકમ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ અંતર્ગત ખાતાધારક રાતના 8 વાગ્યાથી લઈ સવારના 8 વાગ્યા સુધી એટીએમમાંથી 10 હજારની રકમ ઉપાડે છે તો ઓટીપીની જરુર પડેશે. આ સુવિધા ફક્ત એસબીઆઈના ગ્રાહકો માટે છે. બીજી બેંકના એટીએમમાંથી ઉપાડતા સમયે ઓટીપીની જરુર નથી.