નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ માટે દ્વિપક્ષીય અસ્થાયી કરાર સ્થાપિત કરવા માટે ઓસ્ટ્રેલિયા, જાપાન, અને સિંગાપુર સહિત 13 દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે.
આ જ પ્રકારની વ્યવસ્થા હેઠળ બંને દેશોની એવિયેશન કંપનીઓ કેટલાક પ્રતિબંધો સાથે આંતરરાષ્ટ્રિય ફ્લાઇટસ સંચાલિત કરી શકે છે.ભારતે જુલાઇમાં અમેરિકા, બ્રિટન,ફ્રાંસ,જર્મની,યુએઇ,કતાર અને માલદિવની સાથે આ જ પ્રકારની સમજુતી કરાર છે.
ત્યારે પુરીએ ટ્વીટર પર કહ્યું હવે અમે આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ, અને આ જ પ્રકારની વ્યવસ્થા કરવા માટે અન્ય 13 દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જાપાન, ન્યુઝિલેન્ડ, નાઇજીરિયા, બહેરીન, ઇઝરાયેલ, ફિલિપાઇન્સ, કેન્યા, રશિયા, સિંગાપુર, દક્ષીણ કોરિયા, અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. પુરીએ કહ્યું પાડોશી દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ અને ભુતાનની સાથે આવી વ્યવસ્થા માટે પ્રસ્તાવ કર્યો છે.