સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી આજદિન સુધી આ કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં મુંબઈ પોલીસની તપાસ અને રિયા ચક્રવર્તી પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે પટનામાં રિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ FIRને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર કાલે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપશે.સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવતીકાલે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપશે. કોર્ટ આવતીકાલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર 11 વાગે ચુકાદો સંભળાવશે.
જસ્ટિસ હૃષિકેશ રાયની પીઠ આવતી કાલે ચુકાદો આપશે. નોંધનીય છે કે રિયા વિરુદ્ધ બિહારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ગત મંગળવારે સર્વોચ્ચ અદાલતે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેમાં જસ્ટિસ હૃષિકેશ રાયની બેંચએ સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ મનીંદર સિંહ બિહાર સરકાર તરફથી કેસ લડવાના છે.
જ્યારે એએમ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર જ્યારે શ્યામ દિવસ રિયા તરફથી કોર્ટમાં હાજર થયા હતા, વિકાસ સિંહે સુશાનત સિંહના પરિવારનો પક્ષ કોર્ટ સામે મૂક્યો હતો. સુનાવણી બાદ આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો.