દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, વાયરસ દિવસેને દિવસે વધુમાં વધુ લોકોનો જીવ લઇ રહ્યો છે ત્યારે ચોમાસું શરુ થઇ ગયું છે. સામાન્યપણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે છે પણ આ વર્ષે પહેલેથી કોરોના વાયરસના દર્દીઓથી અસ્પતાલો ખચોખચ થઇ ગયા છે.
ત્યારે આવી બીમારીઓના ખતરાને ધ્યાનમાં લઈને પીએમ મોદીએ લોકોને ખાસ અપીલ કરી છે.વરસાદના મોસમમાં કેટલાય પ્રકારના જીવજંતુઓ એક્ટિવ થઇ જતા હોય છે અને તેના કારણે કેટલાય પ્રકારની બીમારીઓ થઇ જાય છે. વડાપ્રધાન મોદીએ પણ આ પ્રકારની બીમારીથી લોકોને ચેતવણી આપતા સતર્ક રહેવાની સલાહ આપી છે.
હું તમારા બધાથી યોગ્ય સાવધાની જાળવવાની અપીલ કરું છું. પીએમ મોદીએ જણાવ્યું કે સરકાર દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, તેમણે લખ્યું કે સરકાર હાલાત પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકોની સારવાર સુનિશ્ચિત કરી રહી છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ જે વીડિયો રિટ્વિટ કર્યો છે તેમાં વરસાદમાં મચ્છરોથી થતી બીમારીથી કઈ રીતે બચી શકાય છે તે વિશે જાણકારી આપવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલ પગલાઓની જાણકારી આપવામાં આવી છે.
નોંધનીય છે કે ચોમાસામાં ડેન્ગ્યું, મલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓનો રોગચાળો ફાટી નીકળે છે. દેશના પાટનગર દિલ્હીમાં 400થી વધારે સ્વાઈન ફ્લુના કેસ સામે આવ્યા છે અને યોગ્ય સારવાર ન મળે તો આવી બીમારીઓ લોકોના જીવ લઇ શકે છે.
દિલ્હીમાં દર વર્ષે ડેન્ગ્યું, ચિકનગુનિયા અને મલેરિયાના કેસ સામે આવે છે.ગુજરાતમાં પણ રોગચાળાની સિઝનમાં સામાન્યપણે હોસ્પિટલોમાં આવી બીમારીઓના દર્દીઓ વધી જતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે પહેલેથી જ હોસ્પિટલોમાં દર્દી ઉભરાઈ રહ્યા છે અને એવામાં આવો રોગચાળો ફાટી નીકળે તો સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.