દેશમાં દિવસે દિવસે કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ બધા વચ્ચે કોરોના મહામારી અને અનલોકના સમયમાં અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. કારણ કે શહેરના તમામ ક્લબો આવતા સપ્તાહેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ અનલોક શરૂ થયા બાદ 5 ઓગસ્ટથી જીમ અને ક્લબને શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ હતી. પરંતુ તેમ છતાં શહેરના ક્લબો શરૂ થયા ન હતાં. જો કે હવે ક્લબ મેનેજમેન્ટ એસોસિયેશને નિર્ણય કર્યો છે અને આવતા સપ્તાહથી શહેરના રાજપથ અને કર્ણાવતી ક્લબો સહિતના શહેરના તમામ ક્લબ શરૂ કરાશે.
પહેલી ઓગસ્ટથી તમામ વિસ્તારોમાંથી કરફ્યુ સંપૂર્ણપણે ઊઠાવી લેવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે, અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ વધુ વણસેલી હોવાથી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધિ વધારવાનો અમદાવાદ મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં હવેથી 31 ઓગસ્ટ સુધી અનલૉક રહેશે રહેશે. જ્યારે કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તરોમાં સૂચનાઓ અનુસાર પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે.
જો કે ક્લબ કોવિડ19ની ગાઈડલાઈન અનુસાર જ કરાશે જેમાં કેટલાંક નિયમોનું પાલન કરવું પડશે. જેમા ક્લબમાં 65 વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રવેશ નહી મળે,ત્યારે તેની સાથે 10 વર્ષની નાના બાળકને પણ પ્રવેશ નહી અપાય જેમા જીમ, રનિંગ એન્ડ વોકિંગ ટ્રેક, ટેબલ ટેનિસ શરૂ થશે.નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ગેસ્ટ મેમ્બર પર પણ પ્રતિબંધ રહેશે.દર 4 કલાકે ક્લબ સેનેટાઇઝ કરાશે.ક્લબની મેમ્બર અંદર 70 મિનિટ જ રોકાઇ શકશે.અને રવિવારે ક્લબ બંધ રહેશે.