કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તેની વેકસિગ માટેના પ્રયાસો દુનિયામાં થઇ રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે કોરોના વાયરસને ઓળખવા તથા તેની સારવાર માટે અનેક પ્રયાસો દેશ દુનિયામાં થઈ રહ્યા છે.
જેને પગલે દેશમાં આજથી વધું એક પાયલટ પ્રોજેક્ટ શરુ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત દેશમાં કોરોનાની ઓળખ થશે. આ ટેસ્ટમાં કોરોનાના દર્દીની ઓળથ તેના અવાજથી થશે. અમેરિકા અને ઈઝરાઈલમાં આ ટેક્નીકનો ઉપયોગ થઈ રહ્યો છે.
દેશમાં પ્રથમવાર અવાજથી કોરોનાના દર્દીની ઓળખ થશે. કોરોનાના દર્દીની ઓળખ મુંબઈમાં અવાજથી થશે. અમેરિકન કંપની વોકલિસ દ્વારા આ ટેસ્ટ કરાશે. 1000 લોકો પર પાઇલટ પ્રોજેક્ટ આધારે પરીક્ષણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ 1000માં 50 % પોઝિટિવ અને50% શંકાસ્પદ દર્દીઓ હશે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને અમેરિકામાં આ ટેક્નિકથી ટેસ્ટ થઈ રહ્યા છે. વિદેશમાં 85% સુધી ટેકનિક સફળ રહી છે. આ ટેક્નીક માટે હાલ કોરોનાની ઓળખ કરવા અવાજનો ટેસ્ટ લેવામાં આવશે. અવાજ સાથે RT-PCR ટેસ્ટ પણ કરાશે.
પાઇલટ પ્રોજેક્ટ હેઠળ BMC આ ટેસ્ટ ફ્રીમાં કરશે.આપણે સૌવ જાણીએ કે ભારતમાં કુલ 19 લાખ 18 હજારથી વધુ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 5.95 લાખથી વધુ કેસ છે તો તમિલનાડુ 3.38 લાખથી વધુ કેસ છે.
જ્યારે આંધ્રપ્રદેશમાં 2.89 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 2.26 લાખથી વધુ કેસ છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 1.54 લાખથી વધુ કેસ નોંધાયા છે. જો કે દેશ માટે સૌથી સારી વાતએ છે કે કોરોનાનો મૃત્યદર ઓછો છે.