દેશમાં જ્યારથી કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી દેશમાં શિક્ષણ કાર્ય બંધ છે, ત્યારે અત્યારે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.જેથી તેમના ભણતરને કોઈ નુકશાન ન થાય અને તેમના સ્વાસ્થ્યની સુરક્ષા પણ રહે.
આ સાથે બાળકોના માતા પિતાને આર્થિક નુકશાન પણ થયું છે ત્યારે સરકારે આ અંગે વિચાર કરી રહી છે કે તેમની સ્કુલ ફી વધારવામાં ન આવે.હવે આસામ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે,આ દિશામાં આસામ સરકારે એક સરક્યૂલર જાહેર કરી પ્રાઈવેટ સ્કૂલોને આ વર્ષે 25 ટકા ફી માફ કરવાનો નિર્દેશ કર્યો છે.
સરક્યૂલર મુજબ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રિ- પ્રાઈમરી લેબલથી લઈને 12માં ધોરણના વિદ્યાર્થીઓની ફી માફ કરી દેવામાં આવશે. સરકારે 14 ઓગસ્ટે સરક્યૂલર જાહેર કર્યો અને શિક્ષા મંત્રી હિમંતા બિશ્વ સર્માએ ટ્વીટ કરી તેને અપલોડ કર્યો છે. આ ફી માફી મેથી લઈને સ્કૂલો ખોલવા સુધી લાગુ પડશે.
ત્યારે શિક્ષા મંત્રીએ ટ્વીટમાં કહ્યું કે કોરોનાની પરિસ્થિતિને જોતા પ્રાઈવેટ સ્કૂલોને સલાહ આપી છે કે તે પ્રિ-પ્રાઈમરીથી લઈને 12મા ધોરણ સુધી 1 મેથી લઈને સ્કૂલો ખોલવા સુધીની વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ થશે.
જે સ્કુલોએ વાલીઓ પાસેથી પહેલા જ ફી કલેક્ટ કરી લીધી છે તેમને આગળના ઈન્સ્ટોલમેન્ટ માટે એક્ઝસ્ટ કરવી પડશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આસામના લોકોની આવક પર ખબર અસર પડી છે અને તેવામાં તે લોકડાઉન સુધી સ્કૂલની ફી ભરવા માટે સક્ષમ નથી.
તમામ સ્કૂલ ઓનલાઈન ચાલી રહી છે. જેથી તેમની ઈલેક્ટ્રીસિટી, મેનટેનેન્સ અને અન્ય ખર્ચની બચત પણ થઈ છે. તેવામાં ખર્ચ ઘટ્યો છે. આ પરિસ્થિતિમાં ફી ઘટાડવામાં આવી રહી છે. જેથી પેરેન્ટ્સનને મદદ પહોંચાડી શકાય.