શોલે આ ફિલ્મ વિશે ભાગ્યે જ કોઇ એવુ હશે જે નહિ જાણતુ હોય,ત્યારે આજે ફિલ્મ શોલેએ 45 વર્ષ પૂર્ણ કર્યા છે,ફિલ્મ નિર્દેશક રમેશ સિપ્પીની શોલે આજના જ દિવસે 45 વર્ષ પહેલા 1975માં થિયેટરોમાં રિલીઝ થઇ હતી.
વાત કરવામાં આવે આ ફિલ્મની તો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, જયા બચ્ચન, અમઝદ ખાન અને સંજીવ કુમાર જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં હતા.બોલિવુડની આ એક એવી ફિલ્મ છે, જેને આજે પણ લોકો જોવાની પસંદ કરે છે. આ ફિલ્મના સોન્ગ અને તેના ડાયલોગ્સ લોકોની વચ્ચે આજે પણ ઘાણા જાણીતા છે.
ફિલ્મના 45 વર્ષ પૂણ થવા પર જાણીએ આ ફિલ્મ વિશે કેટલીક રોમાચિંત વાતો જે કદાચ તમે નહિ જાણતા હોવ,એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર શરૂઆતમાં ઠાકુરનો રોલ કરવા ઇચ્છતા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે અંતમાં વીરૂને જ છોકરી મળે છે, તો તેઓ આ રોલ કરવા માટે તૈયાર થયા હતા.
તેની સાથે આ વાત જાણી તમને ખૂબ જ જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મ માટે અમિતાભ પ્રથમ પસંદ ન હતા, ફિલ્મ ‘શોલે’માં ‘જય’નું યાદગાર પાત્ર ભજવનારા અમિતાભ બચ્ચન આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે આ મિત્રતા શત્રુઘ્ન સિંહાને ભૂમિકા ભજવવાની હતી, પરંતુ બાદમાં આ ભૂમિકા અમિતાભ બચ્ચનને આપવામાં આવી.
ફિલ્મ શોલેને નામે ઘણા રેકોર્ડ પણ છે, જેવા કે ‘શોલે’ પહેલી ભારતીય ફિલ્મ હતી. જેણે ભારતના 100થી વધુ સિનેમાઘરોમાં સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી હતી. ફિલ્મ શોલેનું શૂટિંગ રામનગરમાં થયું હતું. જે બેંગલુરૂથી 50 કિલોમીટર દુર છે. ત્યાંના પર્વતોને આજે પણ શોલેની ચટ્ટાન કહેવામાં આવે છે.