દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે.ત્યારે આજે 15 ઓગષ્ટના દિવસે ભારતને સુવર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી.
દેશ આજે 74મો સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા કેટલીક મોટી જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ આ મહાન દિવસ પર રાષ્ટ્રિય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કર્યો છે.74માં સ્વાતંત્રતા દિવસ પર પીએમ મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કર્યું છે. આ યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજથી દેશમાં વધુ એક મોટા અભિયાનની શરૂઆત થઇ રહી છે.
નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે.દેશ માટે આજે ઘણો મહાન અને પવિત્ર દિવસ છે. પીએમ મોદીએ આ મહાન દિવસ પર ઐતિહાસિક યોજનાના શ્રી ગણેશ કર્યા છે.
રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત એક વિશેષ કાર્ડ જાહેર કરવામાં આવશે. જે આધાર કાર્ડ જેવું હશે.ઉલ્લેખનીય છે કે, આ કાર્ડ દ્વારા દર્દીના ખાનગી મેડિકલ રેકોર્ડ શોધી શકાય છે. સરળ શબ્દોમાં તમને જણાવી દઇએ કે, તમે દેશના કોઇપણ ખૂણામાં સારવાર કરાવવા જાઓ તો કોઈ સ્લિપ અને ટેસ્ટ રિપોર્ટ લઇ જવાની જરૂર પડશે નહીં.