દેશ અને દુનિયામાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે રાજ્યમાં શૈક્ષણિક કાર્યમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે રાજ્યમાં શૈક્ષણિક કાર્યમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ હાલ કોરોનાને લઇને સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા બે વાર મોકૂફ રાખ્યા બાદ ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે હજી સુધી માત્ર 1000 વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પહેલા ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરાયું છે. ઓફલાઇન પરીક્ષા બે વખત મોકૂફ રાખ્યા બાદ હવે નવું આયોજન કરાયું છે. ત્યારે ઓનલાઇન પરીક્ષા માટે 16 ઓગસ્ટ પહેલા વિદ્યાર્થીઓ ફોર્મેટ નક્કી કરશે.
ઓનલાઇન પરીક્ષા માટે 1 હજાર જ રજિસ્ટ્રેશન કરાશે. જેમાં જે વિદ્યાર્થી પહેલા રજીસ્ટ્રેશન કરશે તેમને પહેલા પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા યોજવાનું આયોજન છે.
શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓને પરીક્ષા યોજવા સૂચના આપી હતી. યુનિવર્સિટીઓમાં પરીક્ષા મોકૂફ રાખ્યા બાદ શિક્ષણ વિભાગે પરીપત્ર જાહેર કર્યો હતો. જેમાં 30 સપ્ટેમ્બર સુધી યુનિવર્સિટીની પરીક્ષા યોજવા સૂચના આપી છે.
શિક્ષણ વિભાગે કહ્યું કે અગાઉ યુનિવર્સિટીઓએ પરિપત્રનું ખોટું અર્થઘટન કર્યું હતું. ત્યારે હવે યુનિવર્સિટીઓ સ્થાનિક સ્થિતિ મુજબ ઓફલાઇન પરીક્ષાઓ યોજે તેવું જણાવામાં આવ્યું હતું.