કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને પણ ખૂબ નુકશાન થયુ છે ત્યારે તેની સીધી અસર ખાદ્ય પદાર્થોની કિંમતોમાં આવેલી તેજીના કારણે છૂટક ફુગાવો વધીને 6.93 ટકા થયો છે.
વાત કરવામાં આવે જૂન મહિનામાં તે 6.23 ટકા હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાને લીધે રિટેલ ફુગાવામાં પણ વધારો થયો છે. સીપીઆઈના આંકડા દર્શાવે છે કે જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 9.62 ટકા પર પહોંચી ગયો છે.
ત્યારેસરકારે જૂન માટે રિટેલ ફુગાવાના દરમાં 06.09 ટકાથી સુધારીને 06.23 ટકા કર્યો છે.માર્ચના છેલ્લા અઠવાડિયામાં લોકડાઉનની જાહેરાત થઈ ત્યારથી, ખાદ્ય ફુગાવો સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં આ આંકડો 8.72 ટકા હતો.
શાકભાજીના ફુગાવાના દરની વાત કરીએ તો તે જૂનની તુલનામાં 1.86 ટકા વધીને 11.29 ટકા થયો છે. કઠોળ અને અન્ય સંબંધિત ઉત્પાદનોની ફુગાવો 6.49 ટકા હતો. માંસ અને માછલીનો ફુગાવો 18.81 ટકા પર પહોંચી ગયો છે.
જૂનમાં તે 16.22 ટકા હતો. જુલાઈમાં કઠોળનો ફુગાવો 15.92 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાએ એપ્રિલ અને મે દરમિયાન ફુગાવાના સંપૂર્ણ ડેટા જાહેર કર્યા નથી.જુલાઈ મહિનાનો છૂટક ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંકના અંદાજ કરતા વધારે છે.
આરબીઆઈએ મધ્યમ ગાળા માટે તે 4 ટકા હોવાનો અંદાજ લગાવ્યો હતો. દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા મીટિંગમાં આરબીઆઈ મુખ્યત્વે રિટેલ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ મહિનાની શરૂઆતમાં MPC ની બેઠકમાં આરબીઆઈએ નીતિ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
જ્યારે વાત કરવામાં આવે આ મહિનાની શરૂઆતમાં MPC ની બેઠકમાં આરબીઆઈએ નીતિ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જો કે, ફેબ્રુઆરીથી, સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 115 બેસિસ પોઇન્ટ અથવા 1.15 ટકાનો ઘટાડો કર્યો છે.
આ મહિનાની શરૂઆતમાં આરબીઆઈએ ચોક્કસપણે કહ્યું છે કે તે ફુગાવોને લક્ષ્ય હેઠળ રાખવા માટે જરૂરી પગલાં લેશે.ત્યારે આ અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકંતા દાસે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર નોંધવામાં આવશે.