કોરોના વાયરસનો કહેર યથાવત છે અને તેની વચ્ચે પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે,ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ નવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સપરન્ટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત થઇ છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને કરદાતાઓ ચાર્ટર જેવી મોટા રિફોર્મ છે.
ત્યારે પીએમ મોદીએ કહ્યું કે જેમાં કેટલીક સુવિધાઓ અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે સંપૂર્ણ સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાંક સમયમાં અમે આ મુદ્દાઓ પર ફોક્સ કર્યો છે. આ નવી યાત્રાની શરૂઆત છે.
હવે પ્રમાણિક કરદાતાઓનું સન્માન થશે. એક પ્રમાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા નિભાવે છે. આજથી શરૂ થઇ રહી છે નવી વ્યવસ્થા. નવી સુવિધા મિનિમમ ગર્વનમેંટ-મેક્સિમમ ગર્વનેન્સને આગળ વધારશે. પીએમ મોદીએ કહ્યું કે આમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો થઇ જશે.
પીએમ મોદીએ કહ્યું કે ખોટારસ્તા અને નાના રસ્તાઓ ન અપનાવા જોઇએ. દરેક વ્યક્તિએ કર્તવ્યભાવને આગળ રાખીને કામ કરવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે પોલીસી સ્પષ્ટ હોવી, પ્રમાણિકતા પર ભરોસો, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી મશીનરીનો સાચો ઉપયોગ કરવો અને સન્માન કરવું.
પહેલા રિફોર્મની વાત કરવામાં આવતી હતી, કેટલાંક નિર્ણયો મજબૂરી-દબાણમાં લેવામાં આવતાં હતા જેના કારણે પરિણામ મળતું નહોતું.