કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે કોરોના વેકસીનને લઇ રશિયાએ મોટો ખુલાસો કર્યો છે.રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે વેક્સિનને રશિયન આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
આપને જણાવી દઇએ કે એઈમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા કહ્યું છે કે જો રશિયાની વેક્સિન સુરક્ષિત અને ઈમ્યૂનિટી ડેવલોપ કરનારી છે તો સારી વાત છે. પરંતુ આ વાત પહેલા ચકાસવી જોઈએ.
ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આવું થયું તો ભારત પાસે માસ પ્રોડક્શન કરવાની શક્તિ છે. તો દેશી વેક્સિન પર ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં પોસ્ટ કોવિડ રિવકરી ક્લીનિક શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના રિકવરી બાદ દર્દીઓમાં ફેંફસાની સમસ્યા જોવા મળી રહી છે. અનેક દર્દીઓમાં પોસ્ટ કોવિડના લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વાસ લેવામાં સમસ્યાની પણ ફરિયાદો મળી છે. પોસ્ટ કોવિડ ક્લીનિકમાં ફેંફસાની ક્ષમતામાં સુધારા પર કામ કરાશે..
કોરોના વાયરસ વેક્સિન પર રશિયાએ રાષ્ટ્રપતિ પુતિને મોટું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે, હેલ્થ મિનિસ્ટ્રીના અપ્રૂવલ બાદ કોરોનાનો પહેલો ડોઝ રશિયામાં લોન્ચ કરી દીધો છે. પુતિને એમ પણ જણાવ્યું કે, આ કોરોનાની રસી સૌથી પહેલા તેમની દીકરીને લગાવવામાં આવી છે.
આપણે સૌવ જણીએ છે કે રશિયા પહેલા જ જણાવી ચૂક્યું હતું કે તેમનું વેક્સિન બનાવવા માટેનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને તેઓ વેક્સિન લોન્ચ કરવાના છે. જણાવી દઇએ કે રશિયાના મૉસ્કોમાં એક મૉસ્કો ગમેલિયા ઇન્સ્ટિટ્યૂટ છે, તેણે આ કોરોના વેક્સિનને બનાવી છે
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર છે અને ભારતમાં પણ સતત કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સીરમ ઇન્સ્ટીટયુટના CEO આદર પૂનાવાલાએ કહ્યું છે કે દેશને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી જશે. સીરમ ઇન્સ્ટીટયુટ દુનિયા સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. અને વર્તમાનમાં આ કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે રસીનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે