જન્માષ્ટમીના પ્રસંગે જો પંજરી ના બનાવીએ તો જન્માષ્ટમી અધુરી લાગે,ત્યારે અત્યારે કોરોના મહામારીમાં આપણે બહારથી કોઇ વસ્તુ મંગાવી શકતા નથી ત્યારે આવા સમયે આપણે ઘરે જ વસ્તુઓ બનાવવી ખૂબ જરૂરી છે, ત્યારે ચાલો આપણે જોઇએ કે ઘરે જ એકદમ ઇઝી રીતે પંજરી કેવી રીતે બને છે.
Contents
સામગ્રી
- સૂકા ધાણાનો પાવડર -100 ગ્રામ
- માવો – 50 ગ્રામ
- બુરુ ખાંડ – 50 ગ્રામ
- કોપરાનું છીણ -100 ગ્રામ
- ઇલાયચી પાવડર – 4-5 ટેબલ સ્પૂન
- સૂકો મેવો – 50 ગ્રામ
બનાવવાની રીત
સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લો. હવે તેમાં ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ શેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમાં કોપરુ અને બુરુ ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમાં વાટેલી ઈલાયચી અને તેમા સુકામેવા, મખાના, કિશમિશ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો.મિશ્રણને એકસાર કરી લો. તો તૈયાર છે પંજરી.