કોરોના વાયરસથી દેશ જ નહિ પરંતુ આખી દુનિયા પરેશાન છે, ત્યારે દરેક દેશ પોતાની રીતે કોરોના વાયરસની રસીની શોધમાં છે, ત્યારે દુનિયા આખીમાં અત્યારે કોરોના વાયરસની રસી પર કામ થઇ રહ્યું છે. દુનિયાના વિવિધ દેશોમાં આ માટે સ્પર્ધા પણ ચાલી રહી છે.
અમેરિકા, રશિયા, બ્રિટન વગેરે દેશોની યુનિવર્સિટીમાં રસી અંગે સંશોધન ચાલી રહ્યું છે. ત્યારે હવે તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દાવો કર્યો છે તૂર્કીએ કોરોના વાયરસની રસી વિકસિત કરી લીધી છે. સાથે જ તેમણે કહ્યું કે અમેરિકા અને ચીન બાદ તૂર્કી કોરોના વાયરસની રસી બનાવનારો ત્રીજો દેશ બન્યો છે.
મળતી માહિતી મુજબ ટૂબિટક એક્સિલેંસ સેંટર્સના ઉદ્ઘાટન સમારોહમાં એર્દોગને જણાવ્યું કે વર્તમાન સમયે તૂર્કીની અંદર અલગ અલગ આઠ રસી અને 10 દવાઓ પર કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારો અને રિસર્ચ યુનિવર્સિટીના સહયોગથી તૂર્કી કોરોના માટેની રસીને દવા વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે બે કોરોનાની રસીનું જનવરો પરનું પરીક્ષણ સફળ રહ્યું છે. સાથે જ આ બેમાંથી એક રસીને હ્યુમન ટ્રાયલ માટેની મંજૂરી પણ મળી ગઇ છે.એકબાજુ રશિયા દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનના રજિસ્ટ્રેશનનો દાવો કરી રહ્યું છે.
તો બીજી તરફ ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી આખી દુનિયાને અપેક્ષા છે. તેવામાં હવે તૂર્કી પણ રેસમાં આવી ગયું છે.ત્યારે વિવિધ દેશો દ્વારા રસી પર કામ થઇ રહ્યું છે, અને દરેક દેશ પોતાની રીતે તેના ઉપર કામ કરી રહ્યુ છે.