દેશમાં કોરોના સતત વકરી રહ્યો છે. અમિત શાહ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
તેમણે આ જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી અને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને હું અપીલ કરું છું કે તમામ પરીક્ષણો કરવામાં આવે આઈસોલેટ થઈ જાય.
આપને જણાવી જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષ છે, આવી સ્થિતિમાં વધતી ઉંમરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012 થી 2017 ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. 2019 માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીથી ભારત રત્નને સન્માનિત કર્યા હતા.
મહત્વનું છે કે તપાસ દરમિયાન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ ચૅક-અપ માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાયા હતાં. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન મને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહેલા ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મેઘવાલ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા જેવા મોટા નેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યાં છે.