વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે,આંદામાન નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલની ભેટ આપી હતી. મળતી માહિતી મુજબ આ ફાયબર કેબલ ચેન્નાઈથી પોર્ટ બ્લેયર સુધી સમુદ્રની અંદર બિછાવવામાં આવ્યો છે. જેની મદદથી આંદામાનમાં હવે ઈન્ટરનેટની સ્પીડ ઘણી ઝડપી મળશે.
પીએમ મોદીએ કહ્યું કે લગભગ દોઢ વર્ષમાં આનું કામ પુરુ થયું છે 15 ઓગસ્ટના સેલિબ્રેશન પહેલા આ લોકોને આની ભેટ છે. પીએમએ કહ્યું કે સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો, કેબલને બિછાવવો અને તેની ક્વોલિટી મેન્ટેન કરવી સરળ નથી. વર્ષોથી આની જરુરીયાત હતી પરંતુ કામ નહોતું થઈ શક્યું.
વધુમાં પીએમે કહ્યું કે કોરોના કામ પુરુ થતા રોકી નથી શક્યો. દેશના ઈતિહાસ માટે આંદામાન સાથે જોડાવું અને કનેક્ટીવિટી આપવી દેશનું જવાબદારી હતી. મારો પ્રયાસ હતો કે દેશના દરેક નાગરિકને દિલ્હી અને દિલની દુરીઓને ખતમ કરવામાં આવે.
દરેક વ્યક્તિ સુધી સુવિધા પહોંચાડી શકાય, મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ સાથે આંદામાનના લોકોને ઈર્જ ઓફ લિવિંગની સુવિધા મળશે. સાથે ડિઝિટલ ઈન્ડિયાના તમામ લાભ મળશે.પ્રોજેક્ટને લઈને પીએમે કહ્યું કે કનેક્ટીવિટી સારી રહેશે તો ટુરિસ્ટ વધારે સમય સુધી ત્યાં રોકાશે. જેનાથી રોજગારની અનેક તકો મળશે.
પીએમએ કહ્યુંકે આ એક્ટ ઈસ્ટ પોલીસી હેઠળ અંડમાનની ભૂમિકા મહત્વની છે અને આગળ પણ વધશે. સરકાર તરફથી આઈલેન્ડ ડેવલોપમેન્ટ કમિટીનું ગઠન થયુ અને ઝડપથી પ્રોજેક્ટને પુરો કરવામાં આવ્યો.
પીએમે જણાવ્યું કે ફક્ત ડિજિટલ ઈન્ડિયા નહીં બલ્કી રોડ તથા હવાઈ માર્ગોને મજબૂત કરી શકાશે. હવે મોટા જહાજોને રિપેયર કરવાની સુવિધા પણ અંડમાનમાં કરવામાં આવશે.