કોરોના વાયરસના કહેર વચ્ચે સેનિટાઇઝર અને માસ્કની ડિમાન્ડમાં ખૂબ વધારો થયો છે, ત્યારે કેટલીવાર માસ્ક અને સેનિટાઇઝરને લઇ અનેક વિવાદ થયા છે,કેટલીક કંપનીઓ પૈસા કમાવાની લાલચમાં લોકોને દગો આપી રહ્યા છે.
બજારમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને સેનેટાઈઝર વેચી રહ્યા છે. એટલા માટે ખરીદતા પહેલા તેને એકવાર ધ્યાનથી જોઈ લો કે તે કોઈ લોકલ તો નથીને.
હરિયાણાના સ્વાસ્થ્ય તથા ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે પ્રદેશમાં વિભિન્ન જિલ્લાઓમાંથી એકત્રિત કરવામાં આવેલા સેમ્પલ ફેલ હોવાના કારણે 11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.આ સાથે તેમના લાઈસન્સ રદ્દ અથવા સસ્પેન્ડ કરવા નોટિસ અપાઈ છે.વિજે કહ્યું કે હરિયાણામાં ખાધ્ય તથા ઔષધ વિભાગ દ્વારા 248 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 123 ની રિપોર્ટ મળી છે. જેમાંથી 109 પાસ થયા છે જ્યારે 14 ફેલ થયા છે.
જેમાંથી 9 બ્રાન્ડની ક્વોલિટી ખરાબ હતી જ્યારે 5માં મેથેનોલનું પ્રમાણ વધારે હતું. જે એક ઝેરનું કામ કરે છે. ફેલ થનારા બ્રાન્ડને બજારમાંથી જથ્થો પાછો ખેંચવા કહેવામાં આવ્યું છે જેથી લોકોને કોઈ નુકશાન ન થાય. કેટલીક કંપનીની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
મેથેનોલ એક કાર્બનિક યૌગિક છે. જે હળવુ, બાષ્પશીલ, રંગહીન અને જ્વલનસીલ દ્વવ્ય છે. જેની સુગંધ એથેનોલ એટલે કે આલ્કોહોલ જેવી હોય છે. જો કે આ ઝેરી હોય છે. માર્ચ મહિનામાં ઈરાનમાં અફવા ફેલાઈ હતી કે મેથેનોલ પીવાથી કોરોના મરી જાય છે. આ બાદથી અહીં 300 લોકોના મોત થયા હતા. 1 હજાર લોકો અસર ગ્રસ્ત થયા હતા.