એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે,અને કોરોના કાળ વચ્ચે કોરોના કાળ વચ્ચે લોકો સૌથી વધુ વિશ્વાસ હોસ્પિટલ્સ પર રાખતા થયા છે. પરંતુ, અમદાવાદમાં આ વાત ઠગારી સાબિત થઇ છે.
ગઇકાલે રાત્રે બનેલી એક ગોઝારી ઘટનામાં અમદાવાદની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ મોતને ભેટવાનો વારો આવ્યો. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત નથી થયા.
પરિવારજનોના આક્રંદ વચ્ચે હાલમાં અહીથી મોતને ભેટેલા કમનસીબોની લાશોને બહાર લવાઈ રહી છે. હોસ્પિટલમાં દર્દીઓના મોત થયા છે. તમામ હોસ્પિટલનો સ્ટાફ બચી ગયો છે.આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
આપને જણવી દઇએ કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં લગભગ 3.45 કલાકે મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીના મોત થયા છે. મૃતકોમાં 5 પુરૂષ અને 3 મહિલાઓનો સમાવેશ થયા છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ અન્ય 40 દર્દીઓને અન્ય કોરોના હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.