આજનો દિવસ એક ઇતિહાસિક દિવસ છે,રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી ગયા છે. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત 12.44 વાગ્યાનું છે. અને તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચી ચૂક્યા છે અને હવે PM મોદીએ રામ લલાને રામ મંદિરમાં ગુલાબના ફૂલની માળા ચડાવી છે. અહીં તેઓ શંખનાદની વચ્ચે પૂજા અર્ચના કરી,
ત્યારબાદ આ સાથે રામ લલાની પરિક્રમા પણ કરી છે. તેઓએ રામલલાના આર્શિવાદ પણ લીધા છે. પીએમ નરેન્દ્ર મોદી ભૂમિપૂજન સ્થળે પહોંચી તમામ મંત્રોચ્ચાર સાથે પારંપરિક રીતે અને આદરણીય મહેમાનો સાથે પીએમ મોદી ભૂમિપૂજન કર્યુ.
તે પહેલા પીએમ મોદીએ હનુમાનગઢી પહોંચેલાં વડાપ્રધાન મોદીએ પૂજા-અર્ચના કરી હતી. સાથે જ તેઓએ હનુમાનદાદાની આરતી ઉતારી હતી અને શીશ ઝૂકાવ્યું હતું. વડાપ્રધાન મોદીની પૂજા બાદ હનુમાનગઢી મંદિરના પુજારીએ મુકુટ પહેરાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા હતા અને તે બાદ તેઓની પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પારીજાતના છોડ રોપ્યો હતો.
રામ જન્મભૂમિ પર ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરવામાં આવી રહ્યો છે. સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવી હતી. સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરાયા હતા. આજથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે.