અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થવા જઇ રહ્યો છે,ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી રામ મંદિરના પાયામાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં એસપીજીએ સુરક્ષા મોરચો સંભાળી લીધો છે.
પીએમ મોદી દિલ્હીથી અયોધ્યા જવા રવાના થયા.. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન મારફતે તેઓ લખનઉ એરપોર્ટ પર ઉતરાણ કરશે.. તો પીએ મોદી દિલ્હી એરપોર્ટ પર ગોલ્ડન રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.તેની સાથે કોરોના વાયસરને ધ્યાનમાં રાખી માસ્ક પહેરીને જોવા મળ્યા પીએમ મોદી અયોધ્યા રામ મંદિરની ભૂમિ પૂજા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે.
પીએ મોદી હમેંશા તેમના અલગ-અલગ કુર્તાની સ્ટાઇલ ચર્ચામાં રહેતા હોય છે,કોઇ પણ કાર્યક્રમ હોય તેમના કુર્તાની ડિઝાઇન માટે હંમેશા જાણીતા છે.ત્યારે આજ આ શુભ દિવસે પીએમ મોદીના વસ્ત્રોને પણ ચર્ચાના વિષય બન્યા હતા.
આપને જણાવી દઇએ કે ભૂમિપૂજનનો શુભ સમય બપોરે 12.44 વાગ્યે છે. આ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ સંકુલ અને આસપાસના વિસ્તારને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિ સંકુલમાં એસપીજીએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી છે. સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષા કોડથી એન્ટ્રી ગોઠવવામાં આવી છે.
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.