દેશમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે કોરોનાને પગલે દેશ અનલોક 3 તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને બિહારની નીતિશ સરકારે રાજ્યમાં લોકડાઉન 16 ઓગસ્ટ સુધી વધારી દીધું છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર, પ. બંગાળ સહિત અનેક રાજ્યોએ કોરોનાને પગલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. જોકે બિહારમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે.આ સાથે સાથે કેટલીક છુટછાટ પણ આવી છે. લોકડાઉન દરમિયાન બિહારમાં તમામ સામાજિક, રાજનીતિક, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ સભાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર, પ. બંગાળ સહિત અનેક રાજ્યોએ કોરોનાને પગલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે,એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉનને 31 ઓગસ્ટ સુધી વધારી દીધુ છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રના 4 લાખથી વધારે કેસ છે.
આપને જણાવી દઇએ કે 14 હજારથી વધારે લોકોના મોત નિપજ્ય છે. જોકે રાજ્યમાં મિશન બિગન અગેન હેઠળ કેટલીક સાવધાની સાથે 5 ઓગસ્ટથી મોલ અને શૌપિંગ કોમ્પલેક્ષ ખોલવામાં આવી રહ્યા છે.