દેશમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે દેશમાં તહેવારોની મોસમ પણ આવી રહી છે, ઓગષ્ટ મહિનામાં વિવિધ તહેવારો આવે છે, જેની શરૂઆત રક્ષાબંધનથી થશે, ત્યારે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ આવી ગઇ છે.
ત્યારે આ વર્ષે નાનાકડાં બાળ ગ્રાહકોને ખુશ કરવા માટે રાખડી બજારમાં ફુડ રાખીની એન્ટ્રી થઈ છે. આમ તો ઘરાકી ઘણી જ ઓછી છે પરંતુ જે ગ્રાહક આવે છે તે બાળકો માટેની ફુડ રાખડીની ડિમાન્ડ કરી રહ્યાં છે. બાળકોને ભાવતાં ફુડની નાનકડી કૃતિ રાખડી પર બનાવી હોવાથી આ રાખડીનું વેચાણ થાય તેવું વેપારીઓ માની રહ્યાં છે.
આપણે સૌવ જાણીએ છે કે રક્ષા બંધનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં રાખડી બજારમાં હજી ઘરાકી જોવા મળતી નથી. રાખડી બજારના વેપારીઓ આ વર્ષે કોરોનાના કારણે માંડ વીસ ટકા રાખડીનો વેપાર થયો છે તેવું કહી રહ્યાં છે. રાખડી બજારમાં હવે નાનકડા ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓએ લોકોની હેબિટ એવા વિવિધ ફુડને રાખડીના મોલ્ડ કરીને બનાવ્યા છે.
આમ તો ખાસ સામાન્ય લાગતી રાખડી બનાવવામાં ઘણી મહેનત છે. રાખડી બનાવવા માટે લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાખને મોલ્ડ કરીને ખાણી પીણીના જુદા જુદા શેપ આપીને રાખડી પર મુકવામાં આવે છે. ધ્યાનથી જોવામાં આવે તો આબેહુબ ફુડ ડીશ જેવા જ જોવા મળે છે
મોટા ભાગના બાળકોને પીઝા, પાણી પુરી, ફ્રેન્ચ ફ્રાઈસ, વડાં પાઉ ફેવરીટ હોય છે તેથી આવા પ્રકારની રાખડી વધુ માત્રામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ઢોસા, ઈડલી, સેન્ડવીચ, ડોનટ, પેસ્ટ્રી, મીઠાઈ, રાખીડીશ, ચોકલેટ, બર્ગર, ફ્રેન્ડી જેવી રાખડીના મોલ્ડ બનાવીને તેની રાખડી બજારમાં જોવા મળી રહી છે.