એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે,ત્યારે લોકડાઉનમાં ઘણી બધી વસ્તુઓનો ભાવમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવામાં આવશે.
કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે.ભારતમાં હાલમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના કારણે જાહેર કરાયેલા લોકડાઉનને લઇને લોકોની રોજગારી પર અસર જોવા મળી હતી.
જો કે લોકડાઉન બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળ્યો હતો. જો કે હાલમાં દિલ્હી સરકારે ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને મોટી રાહત આપી છે. કેજરીવાલે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્લીમાં ડીઝલ પર હવે માત્ર 16 ટકા વેટ લગાવવામાં આવશે.
જેના કારણે દિલ્હીમાં ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્લીમાં અત્યાર સુધી 82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ડીઝલનું વે્ચાણ થઈ રહ્યું હતું.. ડીઝલ પરના વેટમાં 30 ટકાનો ઘટાડો કરીને 16 ટકા વેટ કરી દેવામાં આ્યો છે. જેથી હવે દિલ્લીમાં ડીઝલ 73.64 રૂપિયા પ્રતિ લીટર મળશે.