રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે. જેની આતુરતાથી જોવાઇ રહી હતી રાહ તેવા રાફેલ વિમાનોએ ભારતમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિમાનો ફ્રાન્સથી 2 દિવસ પહેલા ઉડાન ભરી હતી અને આજે ભારત ખાતે આવી પહોંચ્યા હતા.
જાણાવા મળી રહ્યુ છે કે UAE ખાતે વિરામ લીધો હતો અને ત્યારબાદ આજે ભારતના અંબાલા એરબેઝ ખાતે ઉતરાણ કર્યું હતું. અંબાલા એરબેઝ પર પહોંચતા જ તેમને વોટર સેલ્યૂટ આપવામાં આવશે. નોંધનીય છે કે, 7 હજાર કિલોમીટરનું અંતર કાપીને આ રાફેલ વિમાન ભારતની ધરતી પર ઉતર્યું હતું.
આઈએનએસ કોલકાતા દ્વારા રાફેલ વિમાનોનું ભારતીય સરહદમાં પ્રવેશ થતાં જ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, બે સુખોઈ વિમાનોએ પાંચ રાફેલ વિમાનને એસ્કોર્ટ કર્યું.ભારતની ધરતી પર રાફેલે ઉતરાણ કર્યું હોવાની માહિતી દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને આપી હતી. રાજનાથ સિંહે લખ્યું કે, 5 રાફેલ વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું છે. દેશમાં એક નવા યુગની શરૂઆત થઇ છે.
એક કલાકમાં 1 હજાર 915 કિમીની સ્પીડે ઉડાન ભરી શકે છે. જ્યારે પાકિસ્તાનનું F-16 અને ચીનનું J-20 સ્પીડમાં રાફેલ કરતા આગળ છે. રાફેલ 15 હજાર 235 મીટરની ઉંચાઈએ ઉડી શકે છે. જ્યારે F-16 15240 અને ચીનનું J-20 18 હજાર મીટરની ઉંચાઈ ઉડી શકે છે. રાફેલ રેટ ઓફ ક્લાઈંબ એટલે કે પ્રતિ મિનિટમાં 18 હજાર 288 મીટરની ઉંચાઈએ પહોંચી શકે છે. જ્યારે F-16 15 હજાર 240 અને J-20 18 હજાર 288 મીટરની ઉંચાઈએ પહોંચી શકે છે.
રાફેલને રડાર ક્રોસ સેક્શન અને ઈન્ફ્રારેડ સિગ્નેચર સાથે ડિઝાઈન કરાયું છે. જેમાં ગ્લાસ કોકપિટ છે. સાથે જ એક કમ્પ્યૂટર સિસ્ટમ છે. જે પાયલટને કમાન્ડ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમાં M88-2 આગમેંટેડ એન્જિન લાગેલા છે.
આજે આખા દેશની નજરો રાફેલની રાહ જોઇ રહી હતી, લડાકૂ વિમાન રાફેલ ભારતના અંબાલા પહોંચી પણ ચૂકયા છે અને વાયુસેનાના પ્રમુખે રાફેલનું નેતૃત્વ કર્યું. કુલ 7000 કિલોમીટરનું અંતર કાપીને રાફેલે ભારતમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન રાફેલનું સ્ટોપેજ UAE ના અલદફરા એરબેસમાં હતું, જ્યાંથી પાંચેય રાફેલ વિમાન લગભગ 2000 કિલોમીટરનું અંતર કાપીને ભારતીય વાયુ સીમામાં દાખલ થયા.
રાફેલમાં એક એડવાન્સ એવિયોનિક્સ સૂટ પણ છે. રાફેલમાં લગાવાયેલું રડાર, ઈલેક્ટ્રોનિક કમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનની કિંમત સમગ્ર વિમાન કરતા 30 ટકા છે. રાફેલ એક મિનિટમાં 60 હજારની ફૂટની ઉંચાઈએ ઉડી શકે છે. સાથે 24 હજાર 500 કિલો વજન લઈ જવામાં સક્ષમ છે. રાફેલની વિઝિબિલિટી 360 ડિગ્રી છે. જેની મદદથી ચારેય તરફ નજર રાખી શકાય છે.