કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, જ્યારથી દેશમાં અનલોક જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે હવે વધાતા કોરોના કેસની વચ્ચે પશ્ચિમ બંગાળમાં દર અઠવાડિયે બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. વળી, સરકારે કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકલ ટ્રાન્સમિશન પણ થયું છે.
મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં કોરોના ચેપના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લૉકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુદ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “અઠવાડિયાના બે દિવસનું લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાઈ રહ્યું છે. બકરી ઇદના પ્રસંગે 1 ઓગસ્ટે લૉકડાઉન લાગુ થશે નહીં.
આપને જણાવી દઇએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં 19502 કોરોનાના દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે અને 1411 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સાથે જ 39917 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
કોરોના વાયરસની રસી બનાવવામાં સફળ રહેલી ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ ભારતમાં કરવામાં આવશે. જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સત્તાવાર રીતે DBT સચિવ રેણુ સ્વરુપે માહિતી આપી હતી.
ભારતમાં ત્રીજુ અને અંતિમ માનવ ટ્રાયલ થવાનું છે. જે 5 સ્થળો પર કરવાની યોજના સરકારે બનાવી છે. જેના માટે સ્થળોની પસંદગી થઈ ગઈ છે. DBT સચિવ રેણુ સ્વરુપે આ અંગેની સત્તાવાર જાણકારી આપી હતી.