દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું ત્યારે આ કોરોના સંક્રમણના પ્રભાવથી શાકભાજીને સુરક્ષિત રાખવા માટે ભારતીયો માટે કેટલીક ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે.FSSAI તરફથી ગાઇડલાઉન્સ જારી કરવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણણથી બચવા માટે લોકોને જાગરૂક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે પણ જાણો શાકભાજી ધોવાની સાચી રીત, જેનાથી તમે તમારા શાકભાજીને કોરોના મુક્ત બનાલી શકો.
આપણે સૌવ જાણીએ છે કે કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થતાં 7 મહિનાથી વધુનો સમમય થવા આવ્યો છે. આ વાયરસ વિશે સતત નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. જેના આધારે હેલ્થ એક્સપર્ટ્સ સતત સેફ્ટી ટિપ્સ આપી રહ્યાં છે જેથી વધુને વધુ લોકોને આ વાયરસની ચપેટમાં આવતા બચાવી શકાય.
તમે શાકભાજી ખરીદીને લાવો પછી તેને થોડીવાર સુધી એક સાઈડ પર મૂકી દો. સાથે જ તમે શાકભાજી કાઢીને તેને ધોઈ પણ શકો છો. પણ હા શાકભાજી ધોઈને તમારે પોતે સ્નાન કરી લેવું.
FSSAI મુજબ શાકભાજીને ધોવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો. સાથે જ ચોમાસામાં શાકભાજીને વધુ સુરક્ષિત કરવા માટે તેને ધોતી વખતે પાણીમાં 50 પીપીએમ ક્લોરીનનું એક ટીપું નાખીને ઉપયોગ કરો.
ઘણા લોકો શાકભાજી ધોવા માટે ડિટર્જેન્ટ પાઉડરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ડિટર્જેન્ટ પાઉડર કપડાં ધોવા માટે હોય છે. જ્યારે સેનિટાઈઝર હાથ અને સ્કિન માટે હોય છે. શાકભાજી પર તેનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ અને ક્વોલિટી ખરાબ થઈ શકે છે. જેથી શાકભાજી ધોવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરવો નહીં.
જો તમે શાકભાજીને એકવાર સાફ કરી લીધી છે તો એ વાતથી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી કે તમે શાકભાજીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો કે નહીં. જે શાકભાજી ફ્રીઝની બહાર ફ્રેશ રહી શકે છે તેને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. ફ્રીઝ અને વાયરસ સામેની સુરક્ષાનો કોઈ કનેક્શન નથી.