ઢોકળાએ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા હશે,અને ગુજરાતીઓના પ્રિય હોય છે, ત્યારે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેમા લોકો ઉપવાસ અને એકટાણા કરતા હોય છે,ત્યારે ઉપવાસમાં મોટે ભાગે આપણે એકનું એક ફરાળી વસ્તુઓ ખાઇને કંટાળી ગયા છે, ત્યારે ઉપવાસમાં ખવાય એવા ફરાળી ઢોકળા બનાવો,તો જાણો ઘરે ટેસ્ટી ફરાળી ઢોકળા બનાવવાની એકદમ ઇઝી રેસિપી.
સામગ્રી
- 1 કપ મોરૈયો
- 3 કપ છાશ
- સ્વાદનુસાર મીઠું
- 3-4 લીલા મરચા
- મીઠો લીમડો
- તેલ
- 1 મોટી ચમચી ખાંડ
- 1 મોટી ચમચી લીંબુનો રસ
- દોઢ કપ પાણી
- અડધી ચમચી બેકિંગ સોડા
બનાવવાની રીત
ખીરુ તૈયાર કરવા માટે મોરૈયાને છાશમાં પલાળો અને તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરી દો. આ ખીરાને કમસે કમ 5-6 કલાક માટે પલાળીને રાખો. શક્ય હોય તો આખી રાત પલાળીને રાખો.સામો પલળી જાય પછી તેને બ્લેન્ડર કે મિક્સરમાં નાંખી તેનું જાડુ ઘોળ બનાવો. આ મિશ્રણમાં બેકિંગ સોડા નાંખો અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણ તૈયાર થઈ જાય પછી સામાન્ય ઢોકળાની જેમ જ એક પ્લેટ પર હળવુ તેલ લગાવી તેની સપાટી ચીકણી કરી લો અને તેને સ્ટીમ આપી થાળી ઉતારી લો.એક નાના પેનને મીડિયમ ગેસ પર મૂકી તેમાં તેલ નાંખો. તેલ ગરમ થાય એટલે તેમાં લાલ તથા લીલા મરચાના ટુકડા, મીઠો લીમડો, ખાંડ, લીંબુનો રસ નાંખી તેને થોડુ ઉકળવા દો. તેમાં થોડુ પાણી નાંખી ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો. આ વઘારને ઢોકળા પર પાથરી દો. ત્યાર પછી ઢોકળાને ઈચ્છો એ શેપમાં કાપી સર્વ કરો.