એક તરફ દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને બીજી તરફ તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે આ ઓગસ્ટ મહિનામાં બેન્ક 13 દિવસ સુધી બંધ રહેશે. તો જાણો કે આ તહેવારોમાં કયા દિવસે બેન્ક ખુલ્લી રહેશે અને કયા દિવસે બંધ.
આપણે સૌવ જાણીએ છે કે આગામી મહિને બકરી ઇદ, રક્ષા બંધન, સ્વતંત્રતા દિવસ અને વીકેન્ડના કારણે મહિનામાં અનેક રજાઓ રહેશે. બેન્કોમાં રજાની શરૂઆત બકરી ઇદની રજા સાથે થશે અને 31 ઓગસ્ટના દિવસે ઓણમના તહેવાસ પર પૂરી થશે.
ત્યારે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રજાની એક સૂચી જાહેર કરી છે. આ લિસ્ટ દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે કયા દિવસે બેન્કો બંધ રહેશે અને કયા દિવસે ખુલ્લી. જો કે રાજ્યોમાં અલગ-અલગ રજાઓ રહેશે.
જેમા 13માંથી 6 રજાઓ તો ફક્ત તહેવારોના કારણે છે. 1 ઓગસ્ટે બકરી ઇદની રજા છે અને તેના બીજા દિવસે રવિવાર છે. તે બાદ 3 ઓગસ્ટે રક્ષાબંધનની રજા છે. 8 ઓગસ્ટે બીજો શનિવાર અને 9 ઓગસ્ટે રવિવાર છે.
તેની સાથે 11 ઓગસ્ટે જન્માષ્ટમી અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે. 16 ઓગસ્ટે રવિવાર અને 21 ઓગસ્ટે ત્રીજ તથા 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી, ચોથો શનિવાર છે. તે બાદ 23 ઓગસ્ટે રવિવાર છે તો 30 ઓગસ્ટે રવિવાર, મોહર્રમ અને 31એ ઓણમ છે.
.